મુંબઇઃ બોલિવૂડ એક્ટર રિતિક રોશન હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ વોરના પ્રમોશનમાં વ્યસ્ત છે. જોકે, જ્યારે રિતિક રોશનની પ્રથમ ફિલ્મ કહો ના પ્યાર હૈ રીલિઝ થઇ હતી ત્યારે છોકરીઓ તેની દિવાની બની ગઇ હતી. તે સમયે રિતિકને લગ્ન માટે 30 હજાર પ્રપોઝલ મળ્યા હતા. સ્ટાર કોમેડિયન કપિલ શર્માના શોમાં રિતિક રોશને  આ કિસ્સો જણાવ્યો હતો. જાન્યુઆરી 2000માં ફિલ્મ રીલિઝ થઇ હતી અને ડિસેમ્બરમાં રિતિક રોશને પોતાની ગર્લફ્રેન્ડ સુઝેન સાથે લગ્ન કરી લીધા હતા. જ્યારે રિતિક રોશને લગ્ન કર્યા ત્યારે કરોડો યુવતીઓના દિલ તૂટી ગયા હતા.

ધ કપિલ શર્મા શો પર રિતિક રોશને કહ્યું કે, ડેબ્યૂ ફિલ્મ બાદ તેમને  લગ્ન માટે 30000 પ્રસ્તાવ મળ્યા હતા. રિતિક રોશન ધ કપિલ શર્મા પર પોતાની અપકમિંગ ફિલ્મ વોરના  પ્રમોશન કરવા માટે પહોંચ્યો હતો. કહો ના પ્યાર હૈની રીલિઝના 19 વર્ષ બાદ પણ રિતિક રોશન કરોડો દિલોની ધડકન છે. તાજેતરમાં જ ફિલ્મ વોરના સોંગ જય જય શિવ શંકર રીલિઝ કરવામાં આવ્યુ હતું. જેમાં રોશન ગુલાલના રંગમાં ખૂબ કૂલ લાગી રહ્યો છે.

નોંધનીય છે કે આ વર્ષે અમેરિકાની એક એજન્સીએ રિતિક રોશનને મોસ્ટ હેન્ડસમ મેન ઇન ધ વર્લ્ડ ટાઇટલ આપ્યુ હતું. રિતિક અગાઉ ક્રિસ એનવિસ, ડેવિડ બેકહમ અને રોબર્ટ અને પેન્ટિસન આ ટાઇટલ જીતી ચૂક્યું છે. આ ટાઇટલ અંગે વાત કરતા રિતિકને જ્યારે પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ-બ્રોકલી