દિલ્હીમાં પણ ટેક્સ ફ્રી થઈ ફિલ્મ ‘સુપર 30’, બૉક્સ ઓફિસ પર અત્યાર સુધી કેટલી કરી કમાણી ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Jul 2019 06:46 PM (IST)
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું કે “દિલ્હી સરકારે ‘સુપર 30’ ફિલ્મને કર મુક્ત કરી રહી છે જેથી દિલ્હીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રેરિત કરી શકે. ”
નવી દિલ્હી: ઋતિક રોશની ફિલ્મ ‘સુપર 30’એ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે 100 કરોડના ક્બલમાં એટ્રી કરી ચુકી છે. ત્યારે બિહાર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં કર મુક્ત બાદ દિલ્હી સરકારે પણ બુધવારે ‘સુપર 30’ ફિલ્મને કર મુક્ત જાહેર કરી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું કે “દિલ્હી સરકારે ‘સુપર 30’ ફિલ્મને કર મુક્ત કરી રહી છે જેથી દિલ્હીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રેરિત કરી શકે. ” ઉલ્લેખનયી છે કે આ ફિલ્મ પટનાના વિદ્વાન આનંદ કુમારના જીવન પર આધારિત છે. જે દર વર્ષે આઈઆઈટી-જેઈઈ પ્રવેશ પરીક્ષા માટે ગરીબ પરિવારોના યોગ્ય વિદ્યાર્થીને શિક્ષણ આપે છે. એટલુંજ નહીં મનીષ સિસોદિયાએ કહ્યું કે આનંદ કુમાર દર મહીને દિલ્હીની સરકારી શાળામાં એક ખાસ ક્લાસ પણ લેશે. ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે આ ક્લાસ ઓનલાઈન રહેશે. 47 વર્ષની આ એક્ટ્રેસે ગુલાબી બિકીનીમાં દરિયા કિનારેથી આપ્યા હૉટ પૉઝ, તસવીરો વાયરલ આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- માથામાં વાગતાં છ મહિના માટે જતી રહી હતી યાદશક્તિ એક્ટર ઋતિક રોશને દિલ્હી સરકારના આ નિર્ણય માટે આભાર માન્યો છે તેમણે ટ્વિટર પર કહ્યું કે, “મનીષ સિસોદિયાજી અમને રાષ્ટ્ર નિર્માણનો હિસ્સો સમજવા અને દિલ્હીમાં ‘સુપર 30’ ને કર મુક્તની જાહેરાત બદલ તમારો આભાર” ‘સુપર 30’ ફિલ્મે 13 દિવસોમાં 107 કરોડથી પણ વધુ કમાણી કરી ચુકી છે. આ પહેલા ફિલ્મે માત્ર 11 દિવસોમાં 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ હતી.