ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવાને લઈને અક્ષય કુમારે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું.....
abpasmita.in | 22 Apr 2019 02:58 PM (IST)
અક્ષય કુમારે સોમવારે એક ટ્વીટ કર્યું ત્યાર બાદ અટકળો લાગવા લાગી કે તે રાજનીતિમાં આવવાના છે. આ તમામ અહેવાલોની વચ્ચે અક્ષય કુમારે ખુદ સામે આવીને સ્પષ્ટતા કરવી પડી છે.
નવી દિલ્હીઃ અક્ષય કુમારે સોમવારે એક ટ્વીટ કર્યું ત્યાર બાદ અટકળો લાગવા લાગી કે તે રાજનીતિમાં આવવાના છે. આ તમામ અહેવાલોની વચ્ચે અક્ષય કુમારે ખુદ સામે આવીને સ્પષ્ટતા કરવી પડી છે. અક્ષય કુમારે ટ્વીટ કરતાં આ તમામ અહેવાલો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. અક્ષય કુમાર હમેશા ભાજપ તરફી જોવા મળ્યા છે ત્યારે અક્ષય કુમારે કરેલી ટ્વિટથી મીડિયામાં એવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે તે ભાજપની ટિકિટ પર ગુરદાસપુરથી ચૂંટણી લડી શકે છે. જોકે આ અહેવાલને ખુદ અક્ષય કુમારે જ ફગાવી દીધા છે. અક્ષય કુમારે ટ્વીટ કરતાં સ્પષ્ટતા કરી કે, ‘મારા છેલ્લા ટ્વીટમાં તમે બધાએ જે રસ દાખવ્યો તે જોઈને સારું લાગ્યું. પરંતુ હું અહીં એક વાત સ્પષ્ટ કરવા માગુ છું કે હું ચૂંટણી નથી લડી રહ્યો.’ આ પહેલા અક્ષય કુમારે ટ્વીટ કર્યું હતું કે, એક અજાણી અને ક્યારેય ન વિચારેલા કામમાં ઝંપલાવી રહ્યો છું. એવું કંઇક કરવાં જઇ રહ્યો છું જે આ પહેલાં ક્યારેય નથી કર્યું. ઉત્સાહિત અને ગભરાયેલો બંને છું. વધુ માહિતી માટે મારી સાથે જોડાયેલા રહો.