Shehnaaz Gill Shocking Revelations: પોતાને પંજાબની કેટરિના કૈફ કહેનાર શહેનાઝ ગિલને આજે કોઈ ઓળખની મોહતાજ  નથી. રિયાલિટી શો 'બિગ બોસ 13'માં આવ્યા બાદ તેને એક અલગ જ ઓળખ મળી છે. પોતાની મહેનતના કારણે આજે તે બોલીવુડના મોટા કલાકારો સાથે ફિલ્મો કરી રહી છે.  હાલ શહેનાઝ તેની આગામી ફિલ્મ 'થેંક્સ ફોર કમિંગ' માટે ચર્ચામાં છે. અભિનેત્રી આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે અને તેમાં જ  વ્યસ્ત છે. આ ફિલ્મ 6 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવશે.


શહેનાઝ ગિલે કર્યો ચોંકાવનારો ખુલાસો


મીડિયા સાથે વાત કરતી વખતે શહેનાઝે ઘણી વાતો કરી. અભિનેત્રીએ કહ્યું કે જો તમારે આ ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવું હોય તો તમારા ફિગર પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. શહેનાઝ કહે છે કે 'જો હું અહીં કામ ન કરતી હોત તો હું મોટીવાળી શહેનાઝ ગિલ હોત. પરંતુ બોલિવૂડમાં તમારે તમારું ફિગર જાળવી રાખવું પડે છે.






એક્ટ્રેસે આ કારણે હાથ જોડી દીધા


અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, 'તાજેતરમાં મને કોઈએ જાડી  શહનાઝ ગિલનો રોલ  માટે ઑફર કરી હતી પરંતુ મેં તો મેં તેની સામે હાથ જોડી દીધા. મેં તેને કહ્યું કે, તે મને કંઈપણ કરવા માટે મજબૂર કરી શકે છે પરંતુ હવે મને ફરીથી જાડા થવા માટે કહો નહીં. હું જાણું છું કે મેં મારી ચરબી કેવી રીતે ઓછી કરી છે. હવે ફરી મારાથી આવું ન થઇ શકે.


આના કરતાં હું મરી જાઉં તે વધુ સારૂ:શહેનાઝ ગિલ


જો કે, શહેનાઝે આગળ કહ્યું કે 'મને જાડી શહેનાઝ ગિલ વધુ ગમે છે. જે લોકો આ ઈન્ડસ્ટ્રીમાં નથી તેઓ સારી જિંદગી જીવી રહ્યા છે. શું મતલબ છે આ જિંદગીનો જ્યાં તમે  મુક્તપણે ખોરાક પણ ખાઈ શકતા નથી. જો કે તેને છેલ્લે કહ્યું કે, જાડા અને પાતળા વચ્ચે કોઈ ફરક નથી હોતો મહત્વનું છે  તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ.


'થેન્ક યુ ફોર કમિંગ'ની વાત કરીએ તો ફિલ્મમાં શહેનાઝ સિવાય ભૂમિ પેડનેકર, કુશા કપિલા અને ડોલી સિંહ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન કરણ ભુલાનીએ કર્યું છે જ્યારે શોભા કપૂર, અનિલ કપૂર, એકતા કપૂર અને રિયા કપૂરે તેને પ્રોડ્યુસ કરી છે.