મુંબઈઃ માયાનગરી મુંબઈમાં આઈફા એવોર્ડની 20મી એડિશનમાં સિતારાઓ દ્વારા ધમાકેદાર પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. જ્યારે ફિલ્મો અને કલાકોરને તેમના કામ માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. - શ્રેષ્ઠ પુરુષ અભિનેતાનો અવોર્ડ રણવીર સિંહને ફિલ્મ પદ્માવત માટે આપવામાં આવ્યો. - શ્રેષ્ઠ મહિલા અભિનેત્રીનો અવોર્ડ આલિયા ભટ્ટને ફિલ્મ રાજી માટે આપવામાં આવ્યો. - બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આલિયા ભટ્ટ અભિનિત રાજીને મળ્યો. - બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ શ્રી રામ રાધવનની ફિલ્મ અંધાધુનને મળ્યો. એટલું જ નહીં બેસ્ટ સ્ટોરીનો એવોર્ડ પણ ફિલ્મ અંધાધૂનને મળ્યો. - મ્યૂઝિકની વાત કરવામાં આવે તો બેસ્ટ પ્લે બેક સિંગર પુરુષનો એવોર્ડ અરિજીત સિંહની ફિલ્મ રાજીના સોંગ એ વતન કે લિય અને બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્શનનો એવોર્ડ પ્રીતમને મળ્યો. - બેસ્ટ ડેબ્યૂટેંટ ફિમેલ એક્ટ્રેસનો એવોર્ડ સારા અલી ખાનને ફિલ્મ કેદારનાથ માટે એનાયત થયો હતો. - બેસ્ટ ડેબ્યૂટેંટ મેલ એક્ટરનો અવોર્ડ ઈશાન ખટ્ટરને ફિલ્મ ધડક માટે મળ્યો. - બેસ્ટ સપોર્ટિંગ એક્ટર મેલનો એવોર્ડ ફિલ્મ સંજુ માટે વિક્કી કૌશલને મળ્યો. - બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ફિમેલનો એવોર્ડ અદિતિ રાવ હૈદરીને ફિલ્મ પદ્માવત માટે મળ્યો. - બેસ્ટ એક્ટર ફિમેલનો સ્પેશિયલ એવોર્ડ  ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસ માટે દીપિકા પાદૂકોણને આપવામાં આવ્યો હતો. ડ્રીમ ગર્લ સ્ટાર આયુષ્માન ખુરાના અને અપારશક્તિ ખુરાનાએ શોને હોસ્ટ કર્યો અને તેમનો કોમિક ટાઈમિંગથી ખૂબ મનોરંજન કર્યું. સલમાન ખાન, કેટરીના કૈફ, રણવીર સિંહ, વિક્કી કૌશલ, માધુરી દીક્ષિત સહિત અનેક સ્ટાર્સે આઈફામાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.