✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દીપિકા-રણવીરે લગ્ન કરી લીધાં? વાયરલ થઈ તસવીરો, શું છે આ તસવીરોનું રહસ્ય?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Mar 2018 10:25 AM (IST)
1

જણાવીએ કે, મીડિયા અહેવાલ અનુસાર દીપિકા અને રણવીરનો પરિવાર તેના આ સંબંધને નામ આપવા વિશે વિચારી રહ્યા છે. જણાવીએ કે રણવીર સિંહ હાલમાં પોતાની ફિલ્મ ગલી બોયમાં વ્યસ્ત છે. તે ટૂંકમાં જ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’માં જોવા મળશે. સિમ્બામાં રણવીરની સાથે સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન જોવા મળશે.

2

3

આ તસવીર સિડ ગેલેરી નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. આ એકાઉન્ટે પોતાના ડિસ્ક્રિપ્શનમાં પોતાનું નામ સિદ્ધાંત જણાવ્યું છે અને તે ખુદને દીપિકા પાદુકોણનો સૌથી મોટો ફેન ગણાવે છે. સિદ્ધાંતને પેન્ટિંગ અને એડિટિંગનો ખૂબ જ શોખ છે. એવામાં સિદ્ધાંતે આ તસવીરમાં પોતાની એડિટિંગના આ શોખનો જોરદાર નમૂનો બતાવ્યો છે.

4

આ તસવીરમાં દીપિકા અને રણવીર ભારતીય પરિધાનોમાં જોવા મળી રહ્યા છે. દીપિકા મોટેભાગે ડિઝાઈનર સબ્યસાચીના ડિઝાઈન કરેલા કપડામાં જ જોવા મળે છે અને આ તસવીરમાં પણ તે સબ્યસાચીના ડિઝાઈન કરેલા કપડામાં જોવા મળી રહી છે. એટલું જ નહીં, દીપિકાના લગ્નના ગેસ્ટમાં પારંપરિક પરિધાનોમાં સજેલ સોનમ કપૂર પણ જોવા મળી રહી છે.

5

એ વાત સાચી છે કે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડીના લાખો ફન્સ છે અને આ જોડીને સોશિયલ મીડિયા પર દીપવીરના નામથી ઓળખે છે. આ દીપવીરના એક ફેને સોશિયલ મીડિયા પર દીપિકા અને રણવીરનો વેડિંગ લુક બનાવ્યો છે.

6

નવી દિલ્હીઃ આ વર્ષની શરૂઆતથી જ દીપિકા પાદુકોણ અને રણવરી સિંહના લગ્નને લઈને અનેક અટકળો સામે આવતી રહી છે. ક્યારેક દીપિકાના જન્મદિવસ પર શ્રીલંકામાં તેની સગાઈની યોજના સામે આવી તો ક્યારેક આ વર્ષના અંત સુધીમાં તેના લગ્નના અહેવાલ સામે આવ્યા. પંરતુ આ બધાની વચ્ચે એક ફેને આ બધા અહેવાલને પાછળ છોડીને આ બન્નેની વેડિંગ લુકવાળી તસવીર શેર કરી છે.

  • હોમ
  • મનોરંજન
  • દીપિકા-રણવીરે લગ્ન કરી લીધાં? વાયરલ થઈ તસવીરો, શું છે આ તસવીરોનું રહસ્ય?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.