Kl Rahul & Athiya Shetty: બૉલીવુડ એક્ટર સુનિલ શેટ્ટીની દીકરી અને આથિયા શેટ્ટી પોતાની રૂમર્ડ બૉયફ્રેન્ડ ક્રિકેટર કેએલ રાહુલના પરફોર્મન્સથી ખુબ ખુશ થઇ છે. કેએલ રાહુલે ઇંગ્લેન્ડ વિરુદ્ધ લૉર્ડ્સમાં ગુરુવાર સદી ફટકારી હતી. આને લઇને આથિયા શેટ્ટી ખુબ એક્સાઇટેડ થઇ ગઇ અને તેને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર કેએલ રાહુલનો એક વીડિયો શેર કર્યો છે.  
આથિયા શેટ્ટી લગભગ એક મહિનાથી ઇંગ્લેન્ડમાં છે, ઇંગ્લેન્ડમાં ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે ટેસ્ટ મેચોની સીરીઝ ચાલી રહી છે. આથિયા શેટ્ટીની સાથે તેનો ભાઇ પણ ઇંગ્લેન્ડ ગયો હતો. આથિયા શેટ્ટી પોતાની ઇન્સ્ટા સ્ટૉરી પર રાહુલની સદીનો જશ્ન મનાવતા એક વીડિયો પૉસ્ટ કર્યો. આની સાથે તેને લાલ દિલ વાળી ઇમૉજી પણ કેપ્શનમાં સામેલ કરી છે.  


ટીવી પર રેકોર્ડ કર્યો વીડિયો-
આથિયા શેટ્ટીએ જે વીડિયો શેર કર્યો તે સ્ટેડિયમનો નથી પરંતુ ટીવી પર રેકોર્ડ કરવામાં આવ્યો છે. તાજેતરમાં અઠવાડિયામાં આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની કેટલીય તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ છે. જ્યારે તે શરૂમાં એક સાથે કોઇપણ તસવીરોમાં નથી દેખાયા. તે બન્ેન ઇશાન્ત શર્માની પત્ની દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં એક સાથે દેખાયા હતા.  




બન્નેની વચ્ચે ડેટિંગની અફવાઓ-
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ વચ્ચે કેટલાક વર્ષોથી ડેટિંગની અફવા છે. બન્ને સોશ્યલ મીડિયા પર એકબીજાની પૉસ્ટ પર કૉમેન્ટ કરે છે અને એકબીજા સાથે મજાક કરે છે. આથિયાએ તાજેતરમાં જ પોતાના ભાઇ અહાનની સાથે પોતાની એક તસવીર પણ શેર કરી હતી.  


ભાઇ અહાનની સાથે ગઇ હતી ઓસ્ટ્રેલિયા- 
આથિયા શેટ્ટીના પિતા સુનિલ શેટ્ટી છે. જેને એક ઇન્ટરવ્યૂમાં પુછવામાં આવ્યુ હતુ કે આથિયા શેટ્ટી કેએલ રાહુલની સાથે યુકે ગઇ હતી. તેમને પુષ્ટી કરી કે તે ઇંગ્લેન્ડમાં છે. તેમને બતાવ્યુ કે, તે પોતાના ભાઇ અહાનની સાથે ઇંગ્લેન્ડ ગઇ હતી. તેને કહ્યું હતુ હા, તે ઇંગ્લેન્ડમાં છે, પરંતુ તે અહાનની સાથે છે. ભાઇ-બહેન ત્યાં વેકેશન એન્જૉય કરવા ગયા હતા.