કોલંબોઃ ચર્ચિત ભારતીય તમિલ અભિનેત્રી રાધિકા શરતકુમાર શ્રીલંકાની રાજધાનીમાં રવિવારે થયેલ બોમ્બ બ્લાસ્ટમાં માંડ માંડ બચી છે, કારણ કે વિસ્ફોટ પહેલા જ તે એક હોટલમાંથી બહાર નીકળી હતી, જ્યાં બ્લાસ્ટ થયો હતો.
રાધિકાએ ટ્વીટ કરીને કહ્યું કે તે, સિનામોન ગ્રાન્ડમાં રોકાઈ હતી, જે શ્રીલંકન પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસની નજીક જ આવેલ છે. તેમણે ટ્વીટ કર્યું કે, ‘હે ભગવાન શ્રીલંકામાં બોમ્બ બ્લાસ્ટ, ભગવાન બધાની સાથે છે. હું બોમ્બ વિસ્ફોટ પહેલા જ સિનેમોન ગ્રાન્ડથી બહાર નીકળી. આ વિશ્વાસ થાય તેવું નથી. આશ્ચર્યજનક!’
જણાવીએ કે, શ્રીલંકામાં ઇસ્ટરના રવિવારે ત્રણ ચર્ચ અને લક્ઝરી હોટલમાં થયેલ આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટમાં 290થી પણ વધારે લોકો માર્યા ગયા છે અને 500થી વધારે લોકો ઘાયલ થયા છે. જીવ ગુમાવનારાઓમાં ત્રણ ભારતીય લોકશીણી, નારાયણ ચંદ્રશેખર અને રમેશ પણ છે.
શ્રીલંકા બોમ્બ બ્લાસ્ટમાં માંડ માંડ બચી આ ભારતીય એક્ટ્રેસ, ટ્વીટ કરી આપી જાણકારી
abpasmita.in
Updated at:
22 Apr 2019 09:38 AM (IST)
ચર્ચિત ભારતીય તમિલ અભિનેત્રી રાધિકા શરતકુમાર શ્રીલંકાની રાજધાનીમાં રવિવારે થયેલ બોમ્બ બ્લાસ્ટમાં માંડ માંડ બચી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -