નવી દિલ્હીઃ હિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)ને લઇને એક ચોંકવનારી ખબર સામે આવી છે. મુબંઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે રાજ કુન્દ્રાને અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને કેટલીક એપ્સ પર બતાવવાના આરોપમાં ધરપકડ કરી છે. લાંબા સમયથી ચાલી રહેલી પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યુ છે કે રાજ કુન્દ્રા મુખ્ય આરોપી અને મુખ્ય કાવતરાખોર છે. જોકે તેમને દોષી નથી ગણવામાં આવ્યો. જો શું તમને ખબર છે આ કેસમાં રાજ કુન્દ્રા આરોપી કે દોષી ઠરે છે તો તેને મોટી સજા થઇ શકે છે. આવા કેસોમાં હંમેશા આરોપી વિરુદ્ધ આઇટી એક્ટ અને આઇપીસીની કલમોમાં કેસ નોંધવામાં આવે છે. આરોપ સિદ્ધ થયા બાદ લાંબી અને સખત સજા મળી શકે છ ે.
પોર્નોગ્રાફી અને પોર્નોગ્રાફિક કન્ટેન્ટના કેસમાં ભારત દેશનો કાયદો કડક છે. આવા કેસોમાં ફસાનારા લોકો વિરુદ્ધ આઇપીસીની કેટલીય કલમો અંતર્ગત રજિસ્ટર થાય છે અને સાથે જ અશ્લી કન્ટેન્ટને પબ્લિશ કરવા કે ડિસ્ટ્રીબ્યૂટ કરવા પર એન્ટી પોર્નોગ્રાફી લૉ પણ લાગુ થાય છે.
બીજાઓના પોર્ન વીડિયો બનાવનારા કે તેને પબ્લિશ કરનારા કે તેને ડિસ્ટ્રીબ્યૂટ કરનારાઓને આ લૉ અંતર્ગત સખત સજા મળી શકે છે. આ અતંર્ગત આવનારા કેસોમાં આઇટી (સંશોધન) કાયદો 2008ની કલમ 67 (એ) અને આઇપીસીની કલમ 292, 293, 294, 500, 506 તથા 509 અંતર્ગત સજાની જોગવાઇ છે.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં ગુનાને ગંભીરતાને જોઇને સજા આપવામાં આવે છે. જો કોઇ આરોપી પહેલીવાર આ કેસોમાં દોષી નીકળ્યો છે, તો તેને પાંચ વર્ષ સુધીની જેલની સજા કે 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. ખાસ વાત છે કે, જેમ જેમ પોલીસે તપાસ કરી તેમ તેમ રાજ કુન્દ્રાનુ નામ સામે આવ્યુ, આ જ રીતે પોલીસ આ કેસમાં પહેલા કેટલાય બીજા લોકોની ધરપકડ કરી ચૂકી છે.