India's Got Latent Controversy: સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં રણવીર અલ્હાબાદિયાની અશ્લીલ ટિપ્પણીના મામલામાં પોલીસ કાર્યવાહી તેજ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર સાયબર પોલીસે હવે આ કેસમાં સિદ્ધાર્થ તેવટિયા (બાપ્પા)ને પણ સમન્સ પાઠવ્યા છે. સિદ્ધાર્થને BNSSની કલમ 179 હેઠળ સમન્સ મોકલવામાં આવ્યો છે. આજે તેમને મહારાષ્ટ્ર સાયબર સેલમાં આવીને તેમનું નિવેદન નોંધવા માટે કહેવામાં આવ્યું છે.
સમન્સ મળ્યા બાદ સિદ્ધાર્થ તેવટિયાએ પોસ્ટ કર્યું
સૂત્રોનો દાવો છે કે, આજે એક યા બીજા સમયે આ શોમાં આવેલા તમામ જ્યુરીઓને બોલાવવામાં આવ્યા છે. તમામને બુધવારે સાયબર સેલ ઓફિસમાં હાજર રહેવા જણાવાયું છે. આ બધાની વચ્ચે સિદ્ધાર્થ તેવટિયાને પણ શોની જ્યુરીમાં સામેલ કરવામાં આવ્યો હતો, તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ કરીને ઝાટકણી કાઢી છે. તેણે લખ્યું છે કે, " જેટલી તકલીફ વલ્ગાલિરીટીથી થાય છે એટલી તકલીફ દુષ્કર્મ પ્રદૂષણ પર થતી હોતો. ."
અભદ્ર ટિપ્પણી કેસમાં અપૂર્વ માખીજાનું નિવેદન નોંધાયું
અશ્લીલ ટીપી કેસમાં ફરિયાદ બાદ પોલીસ તપાસમાં લાગી ગઈ છે. પોલીસે આ કેસમાં અપૂર્વ માખીજાને પણ સમન્સ પાઠવ્યા હતા. જે બાદ માખીજા મુંબઈના ખાર પોલીસ સ્ટેશન પહોંચી અને પોતાનું નિવેદન નોંધ્યું.
સમય રૈનાના વકીલ મહારાષ્ટ્ર સાયબર સેલ પહોંચ્યા
રૈનાના વકીલ ગુંજન મંગલા પણ મહારાષ્ટ્ર સાયબરની ઓફિસ પહોંચ્યા હતા. રૈનાના વકીલે પોલીસને જણાવ્યું કે હાલ રૈના વિદેશમાં છે અને 17 માર્ચે પરત ફરશે. રૈનાએ પોતાના વકીલ દ્વારા મહારાષ્ટ્ર સાયબર પાસે તપાસ અધિકારી સમક્ષ હાજર થવા માટે સમય માંગ્યો છે. રૈનાના વકીલે સાયબર સેલને રૈનાની ટ્રાવેલ ટિકિટ અને શોનું શેડ્યૂલ જમા કરાવ્યું છે.
મુંબઈ પોલીસે તમામ આરોપીઓનો તેમનો પક્ષ રાખવા માટે કર્યો સપંર્ક
અશ્લીલ ટિપ્પણી કેસના આરોપી આશિષ ચંચલાનીએ પણ મુંબઈ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે રણવીર અલ્હાબાદિયા પણ કોઈપણ સમયે મુંબઈ પોલીસ સામે પોતાનો પક્ષ રજૂ કરી શકે છે. આ બધાની વચ્ચે તમને જણાવી દઈએ કે, હવે મહારાષ્ટ્ર સાયબર પોલીસે પણ રણવીર સહિત 30 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. એનસીડબ્લ્યુએ રણવીર સહિત તમામ આરોપીઓને પણ સમન્સ પાઠવ્યા છે અને શો અંગે અશ્લીલ ટિપ્પણીઓ સાથે જવાબ માંગ્યો છે.