Celebs Performed In IPL 2023: ઈન્ડિયન ક્રિકેટ લીગ એટલે કે IPL સિઝન 16 (IPL 16) થોડા દિવસો પછી શરૂ થવા જઈ રહી છે. IPL 2023ની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (GT vs CSK)ની ટીમો આમને-સામને થશે. તે જ સમયે IPL 16ના ઉદ્ઘાટન સમારોહને ભવ્ય બનાવવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફ વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન હવે સમાચાર આવી રહ્યા છે કે IPL 2023ની ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ પરફોર્મ કરવા જઈ રહી છે.


આ સેલેબ્સ IPL ઓપનિંગ સેરેમનીમાં ધમાલ મચાવશે


IPLની ઓપનિંગ મેચ પહેલા દર વખતે બોલિવૂડ ફિલ્મ સ્ટાર્સ સ્ટેજ પર પોતાના ડાન્સ પરફોર્મન્સથી બધાને મંત્રમુગ્ધ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં આ વખતે આ સેલેબ્સ IPL 16ની ઓપનિંગ સેરેમનીમાં કેવી રીતે પાછળ રહી શકેટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ બોલિવૂડ સુપરસ્ટાર કેટરિના કૈફટાઈગર શ્રોફસિંગર અરિજિત સિંહ ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં રંગ જમાવશે. આ સિવાય સાઉથ સિનેમાની સુપરસ્ટાર રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયા પણ તેમને ખૂબ જ સારી રીતે સપોર્ટ કરશે.


રિપોર્ટ અનુસાર આ તમામ સેલેબ્સ આ વર્ષની IPL ઓપનિંગ સેરેમનીમાં પોતાનું શાનદાર પરફોર્મન્સ આપીને અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પણ ધૂમ મચાવી દેશે. આ સમાચાર પછી ચાહકોની ઉત્તેજના ઘણી વધી ગઈ છે અને દરેક લોકો IPL 16ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


IPL અને બોલિવૂડનો જૂનો સંબંધ


બોલિવૂડ સેલેબ્સ માત્ર IPL ઓપનિંગ સેરેમની પરફોર્મન્સ સુધી સાથે નથી. તેના બદલેબે IPL ફ્રેન્ચાઇઝીના માલિકો પણ હિન્દી સિનેમાના બે સુપરસ્ટાર છે. જેમાં શાહરૂખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સ અને પ્રીતિ ઝિન્ટાની કિંગ્સ ઈલેવન પંજાબ ટીમ સામેલ છે. આ સાથે ક્રિકેટના શોખીન ઘણા ફિલ્મ કલાકારો પણ સ્ટેડિયમમાંથી મેચ જોતા જોવા મળ્યા છે.


આ પણ વાંચો: Shah Rukh Khan સાથે ફ્રેન્ડશીપ કરવી Priyanka Chopra પડી ભારે! બોલિવૂડ છોડી જવું પડ્યું હોલિવૂડ


Priyanka Chopra Shah Rukh Khan Friendship: બોલીવુડથી હોલીવુડ સુધી તહલકા મચાવી રહેલી પ્રિયંકા ચોપરાએ જ્યારથી જણાવ્યું છે કે તેણે કેમ હિન્દી સિનેમાને ગુડબાય કહ્યું. ત્યારથી તે ખબરોમાં આવી ગઈ છે. પ્રિયંકા ચોપરાના ખુલાસા બાદ અનેક સેલેબ્સે પણ રીએક્શન આપ્યા છે. હવે એવી પણ ચર્ચા થઈ રહી છે કે પ્રિયંકાને શાહરુખ ખાન સાથે દોસ્તી કરવી ભારે પડી હતી.


પ્રિયંકા પર કંગના રનૌતનું ટ્વિટ
પ્રિયંકા ચોપરાએ બોલિવૂડથી દૂરી બનાવી લીધા બાદ કંગના રનૌતે પણ અભિનેત્રીનો પક્ષ લીધો અને ફરી એકવાર બોલિવૂડ માફિયાઓ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો. કંગનાએ કહ્યું, “મીડિયાએ કરણ જોહર સાથેના તેના સંબંધો વિશે ઘણું લખ્યું, કારણ કે તેની (પ્રિયંકાની) શાહરૂખ ખાન અને મૂવી માફિયા ક્રુએલા સાથે સારી મિત્રતા હતી. જે બહારના લોકોની શોધમાં રહે છે તેમણે પીસીને પંચિંગ બેગના રૂપમાં દેખી અને તેને એટલી હદે પરેશાન કરી કે તેણે ભારત છોડવું પડ્યું. કંગનાએ કરણને ઈર્ષાળુ, મતલબી અને ઝેરીલો ગણાવ્યો


શાહરૂખ-પ્રિયંકાના સંબંધો
કંગનાના આ ટ્વિટ પછી સવાલો ઉઠવા લાગ્યા છે કે શું શાહરૂખ ખાન સાથેની મિત્રતાના કારણે પ્રિયંકાએ દેશ છોડવો પડ્યો હતો. જો તમે નથી જાણતા તો તમને જણાવી દઈએ કે શાહરૂખ અને પ્રિયંકાના અફેરના સમાચારોએ પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. પ્રિયંકા અને શાહરૂખે ફિલ્મ 'ડોન'માં સાથે કામ કર્યું હતું. તે સમયે એવા સમાચાર આવ્યા હતા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. શાહરૂખ હંમેશા પ્રિયંકાને એક સારી મિત્ર માને છે અને ડેટિંગની અફવાઓને ફગાવી હતી, પરંતુ તેમના અફેરના સમાચાર ઓછા થયા નથી.


શાહરુખની મિત્રતાએ પ્રિયંકાના કરિયરને કેમ અસર કરી?
એકવાર એક પાર્ટીમાં શાહરૂખ ખાને પ્રિયંકા ચોપરાને કિસ કરી હતી. એસઆરકેની પત્ની ગૌરી ખાન આનાથી એટલી નારાજ થઈ ગઈ કે તેની અસર પ્રિયંકાના કરિયર પર પડવા લાગી. કરણ જોહરને પણ શાહરૂખ અને પ્રિયંકાની નિકટતા પસંદ ન હતી તેથી તેણે પણ પ્રિયંકાનો બહિષ્કાર કર્યો હતો. ગૌરીએ શાહરૂખને ધમકી પણ આપી હતી કે તે પ્રિયંકા સાથે ફરી ક્યારેય કામ નહીં કરે. શાહરૂખ ખાન સાથે પ્રિયંકાની દોસ્તી એટલી ભારે પડી કે તે બોલિવૂડથી દૂર થઈ ગઈ હતી અને ત્યાર પછી અભિનેત્રીએ હોલીવુડમાં પ્રવેશ કર્યો હતો.