મુંબઈ: બોલિવૂડ એક્ટર ઇરફાન ખાન લાંબા સમય બાદ કેન્સર જેવી બિમારીની સારવાર કરાવીને મુંબઈ પરત ફર્યો છે. હાલમાં એરપોર્ટથી તેની કેટલકી તસવીરો સામે આવી છે. જેમાં મીડિયાથી બચવા માટે ઇરફાન ચહેરો છુપાવતો નજર આવ્યો હતો.



ઇરફાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયર થઇ રહી છે. જેમાં ઇરફાને ચહેરા પર રુમાલ બાંધેલી અને ચશ્મા પહેરેલી નજર આવી રહ્યો છે.

વાંચો: જીમની બહાર ફોટોગ્રાફર્સે તસવીરો ક્લિક કરતાં જ જાહ્નવી કપૂર ગુસ્સે ભરાઈ, જાણો કેમ

ખુદને ‘આંટી’ કહેવા પર ભડકી આ એક્ટ્રેસ, ટ્રોલર્સને આપ્યો જબડાતોડ જવાબ, જુઓ Video



ઇરફાન ખાનને ન્યૂરો એન્ડોક્રાઇન ટ્યૂમર નામની બિમારી થઈ છે જેની સારવાર ચાલી રહી છે. ઇરફાને ખુદ આ બિમારી વિશે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને જણાવ્યું હતું. ત્યાર બાદ તે સારવાર માટે લંડન ગયા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.



અહેવાલ અનુસાર ઇરફાન ખાનની તબીયત હવે પહેલા કરતા સારી છે અને હવે તે જલ્દી જ કામ પર પરત ફરશે. ઇરફાન ખાન ફિલ્મ ‘હિંદી મીડિયમ-2’નું શૂટીંગ આગામી મહિનામાંથી શરુ કરશે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

ભાજપમાં જોડાયાના 26 કલાકમાં જ જવાહર ચાવડા બન્યા કેબિનેટ મંત્રી, જુઓ વીડિયો