મુંબઈ: અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્નને હજી ત્રણેક મહિના થયા છે અને પ્રિયંકાની પ્રેગનેન્ટ હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ન્યુ યોર્ક ફેશન વીકમાં પ્રિયંકાના અપિયરન્સ બાજ આ ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે. ન્યુયોર્ક ફેશન વીકમાં પ્રિયંકાને જોઈને બધાંને લાગી રહ્યું છે કે, તેનું પ્રથમ ટ્રાઈમેસ્ટર ચાલી રહ્યું છે. પ્રિયંકાએ આ વાતની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, બંને બાળકને આવકારવા આતુર છે. બંને પોતાના ભત્રીજાઓથી પણ ખૂબ ક્લોઝ છે અને તેમને ભરપૂર લાડ લડાવે છે. ન્યુયોર્ક ફેશન વિકમાં તેના માઈકલ કોર્સના ફેશન શોનો લૂક જોઈને લોકોને લાગી રહ્યું છે કે તેનો બેબી બમ્પ દેખાય છે.
લગ્ન બાદ તરત જ પ્રિયંકાના પતિએ પોતાના ફેમિલી પ્લાનિંગની વિગતો દુનિયા સામે જાહેર કરી દીધી હતી. એક ઈન્ટરવ્યુમાં નિકે જણાવ્યું હતું કે, હું ચોક્કસપણે એક દિવસ પિતા બનવા ઈચ્છું છું.
મારું બાળપણ સપના જેવું હતું પણ અમે બહુ જલ્દી મોટા થઈ ગયા. હું બાળપણથી જ મારા જીવનના લક્ષ્ય માટે સ્પષ્ટ હતો. મેં નાની વયે ઘણું જોઈ લીધું છે અને હવે હું આ અનુભવોને બાળકો સાથે વહેંચવા માંગું છું.