શ્રધ્ધા કપૂરે ફરી પ્રેમી બદલ્યો? હવે આ ઉભરતા સ્ટાર સાથે અફેર, બંને લેટનાઈટ મુવી શો પછી હીરોના ફ્લેટ પર ગયાં ને....
અન્ય એક રિપોર્ટ પ્રમાણે શ્રધ્ધા અને કાર્તિદ દિગ્દર્શક દિનેશ વિઝનની આવનારી ફિલ્મમાં સાથે કામ કરવાના છે. થોડા સમય પહેલા શ્રધ્ધા અને કાર્તિકને દિનેશ વિઝનને ઘરે સાથે દેખાયા હતા. કાર્તિકે પહેલાં પણ ઘણી વખત કહ્યું છે કે, તેને શ્રદ્ધા સાથે કામ કરવાની ઇચ્છા છે. લાગે છે કે દિનેશે તેની આ ઇચ્છા પુરી કરી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાર્તિક અને શ્રધ્ધાએ લેટનાઇટ મુવી શો જોયો હતો અને એ પછી બંને સાથે જ કાર્તિકના ફ્લેટ પર ગયાં હતાં તેથી બન્ને વચ્ચેની અફેર હોવાની વાત ચગી છે. આ યુગલ પહેલી વખત જાહેરમાં જોવા મળ્યું નથી. થોડા સમય પહેલા પણ તેઓ બન્ને ડિનર ડેટ પર સાથે દેખાયા હતા. આ દરમિયાન બન્ને એકબીજાની કંપનીમાં ખુશખુશાલ દેખાતા હતા.
‘સોનુ કે ટીટુ કી સ્વિટી’થી લાઈમલાઈટમાં આવી ગયેલા કાર્તિક આર્યન અને શ્રધ્ધા કપૂર જાહેરમાં વધુ સાથે દેખાવા લાગ્યા છે. પરિણામે તેઓ ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. એક વેબસાઇટના જણાવ્યા અનુસાર, રવિવારે રાતનાદસ વાગ્યે શ્રધ્ધા અને કાર્તિક મુંબઇના જુહુ વિસ્તારના એક પરાના થિયેટરમાં જતા જોવા મળ્યા હતા.
મુંબઈઃ બોલીવુડની હોટ એક્ટ્રેસ શ્રધ્ધા કપૂર પોતાના પ્રેમી બદલવા માટે જાણીતી છે. પહેલાં વરૂણ ધવન અને પછી ફરહાન અખ્તર સાથે અફેર કરી ચૂકેલી શ્રધ્ધા કપૂરે હવે ફરી પોતાનો પ્રેમી બદલ્યો છે. શ્રધ્ધા કપૂર હવે કાર્તિક આર્યન સાથે ફરી રહી છે અને બંને વચ્ચો હોટ રોમાન્સ ચાલી રહ્યો હોવાની ચર્ચા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -