આલિયા ભટ્ટ સાથે બ્રેકઅપ બાદ આ હોટ એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે સિદ્ધાર્થ? જાણો વિગતો
નોંધનીય છે કે આલિયા અને સિદ્ધાર્થ લાંબા સમય સુધી રિલેશનશીપમાં રહ્યા હતા અને ત્યારબાદ બંન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. સિદ્ધાર્થ સાથે બ્રેકઅપ બાદ રણબીર કપૂર સાથે આલિયાનું અફેર શરૂ થયું હતું. બંન્નેએ પોતાના સંબંધને સમર્થન પણ આપ્યું હતું. આ અગાઉ સિદ્ધાર્થનું નામ અ જેન્ટલમેનની એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ સાથે પણ જોડાઇ ચૂક્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંન્ને અનેકવાર પાર્ટીમાં સાથે જોવા મળ્યા છે. તે સિવાય તાજેતરમાં જ કિયારા અડવાણીની બર્થ-ડે પાર્ટીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા હાજર રહ્યો હતો. જેનાથી તેવું લાગી રહ્યું છે કે આ બંન્ને વચ્ચે કાંઇક ચાલી રહ્યું છે. જોકે, હજુ સુધી સિદ્ધાર્થ અને કિયારા અડવાણીએ પોતાના સંબંધને લઇને કોઇ ટિપ્પણી કરી નથી.
મુંબઇઃ છેલ્લા કેટલાય દિવસથી બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ વચ્ચેના અફેરની ચર્ચા ખૂબ ચાલી રહી છે. કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બ્રેકઅપ બાદ આલિયા અને રણબીર કપૂર વચ્ચે અફેર ચાલી રહ્યું છે. તો બીજી તરફ સિદ્ધાર્થ મલ્હોત્રા પણ આલિયા સાથે બ્રેકઅપ બાદ બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીને ડેટ કરી રહ્યો હોવાની વાત ચર્ચાઇ રહી છે. કિયારા અને સિદ્ધાર્થ આજકાલ સાથે સમય પસાર કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -