મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા છેલ્લે શાહરૂખ ખાન અને કેટરીના કૈફની સાથે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સઓફિસ પર ખરાબ રીતે પછડાઈ હતી. ત્યાર બાદ અનુષ્કા શર્માએ એક પણ ફિલ્મ સાઈન કરી નથી. તેની પાસે કોઈ કામ ન હોવાથી તે હાલ પતિ વિરાટ કોહલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. જોકે હાલ અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ છે તેવા સમાચાર વહેતા થયા છે.
ફિલ્મફેરને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જ્યારે તેને આ વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું હતું કે, જો તમે મેરિડ છો તો લોકો તમને પૂછે છે કે શું તમે પ્રેગ્નેન્ટ છો’. અનુષ્કાએ આગળ કહ્યું હતું કે, એક એક્ટ્રેસના લગ્ન થતાંની સાથે જ લોકો તેને પૂછવા લાગે છે કે શું તે પ્રેગ્નેન્ટ છે? અને જ્યારે તે કોઈને ડેટ કરે છે તો લોકો પૂછે છે કે લગ્ન કરવાની છે કે નહીં?
તમારે સેલેબ્સને એટલી તો છૂટ આપવી જ જોઈએ કે તે તેની મરજીથી લાઈફ જીવી શકે. તમે લોકો એવું કરો છો જ શું કામ કે સેલેબ્સે બાદમાં સ્પષ્ટતા કરવી પડે? મને સૌથી વધારે ગુસ્સો સ્પષ્ટતા કરવા પર આવે છે. શું મારે સ્પષ્ટતા આપવાની જરૂર છે? નહીં પરંતુ સ્થિતિ આજકાલ કંઈક આવી જ છે.
અનુષ્કાએ વધુમાં કહ્યું કે, જે પણ એક્ટ્રેસના અત્યાર સુધીમાં લગ્ન થઈ ગયા છે તેના વિશે તેમણે કંઈક જરૂરથી કહ્યું છે. કેટલીક અભિનેત્રીઓ ખુલ્લા કપડાં એટલા માટે પહેરે છે કારણ કે તે ટ્રેન્ડી છે. પરંતુ લોકો માને છે કે તે પ્રેગ્નેન્ટ છે.
વિરાટની પત્ની અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ છે? આ સવાલના જવાબ પર વિફરી પછી શું થયું? જાણો વિગત
abpasmita.in
Updated at:
30 Jul 2019 11:13 AM (IST)
ફિલ્મફેરને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જ્યારે તેને આ વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું હતું કે, જો તમે મેરિડ છો તો લોકો તમને પૂછે છે કે શું તમે પ્રેગ્નેન્ટ છો’.
- - - - - - - - - Advertisement - - - - - - - - -