Ishaan Khatter Hollywood Debut: 'ફોન ભૂત' એક્ટર ઈશાન ખટ્ટરે ભલે બૉલિવૂડમાં બહુ કામ કર્યું ન હોય, પરંતુ તેની એક્ટિંગની પ્રશંસા થઈ છે. હવે ઈશાન હૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, ખાસ વાત છે કે, હવે ઇશાનને નિકોલ કિડમેન અને લિવ શ્રેબર સાથે પ્રોજેક્ટ 'ધ પરફેક્ટ કપલ'માં કાસ્ટ કરવામાં આવ્યો છે. એક્ટર ઇશાન ખટ્ટરે આ વાતની જાણાકારી પોતાની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 


ઇશાન ખટ્ટર હૉલીવુડ સીરીઝમાં દેખાશે -
ઈશાન ખટ્ટરની છેલ્લા કેટલાય સમયથી મેકર્સ સાથે વાતચીત ચાલી રહી હતી, છેલ્લે ગયા વર્ષે તેને હૉલીવૂડ સીરિઝની ઓફર કરવામાં આવી હતી. આ સીરીઝ એલિન હિલ્ડરબ્રાન્ડની નવલકથા 'ધ પરફેક્ટ કપલ'નું એડેપ્ટેશન છે. ઈશાન ખટ્ટરે પણ પોતાની ખુશી સોશ્યલ મીડિયા પર શેર કરી છે. આ પછી તેના ફેમિલી અને ફેન્સે તેને અભિનંદન આપવાનું શરૂ કરી દીધુ છે. 


ઇશાનની ભાભી મીરા સહિત તમામ સેલેબ્સે પાઠવ્યા અભિનંદન - 
'ફોન ભૂત'ના કૉ-સ્ટાર સિદ્ધાંત ચતુર્વેદીએ પણ ઈશાનને અભિનંદન પાઠવતા લખ્યું, "ક્યા બાત હૈ." સિંગર અરમાન મલિકે લખ્યું, "મોટી અભિનંદન ભાઈ." વળી, ઈશાનની ભાભી અને શાહિદ કપૂરની પત્ની મીરા કપૂરે તેને અભિનંદન પાઠવતા લખ્યું- "આગળ અને ઉપર." વળી, અન્ય તાન્યા માણિકતલા, સયાની ગુપ્તા, દિયા મિર્ઝા, પ્રિયાંશુ પાનીયુલી, રસિકા દુગલે પણ તેને અભિનંદન પાઠવ્યા હતા.






'ધ પરફેક્ટ કપલ'માં શું છે ઈશાનનો રોલ ?
હૉલીવુડ સીરીઝમાં ઈશાનના રૉલ અંગ વાત કરીએ તો, તે શૂટર દિવાલની ભૂમિકા ભજવશે, જે વરરાજાનો બેસ્ટ ફ્રેન્ડ છે. વરરાજાની ભૂમિકા બિલી હૉવેલ નિભાવી રહ્યો છે. 'ધ પરફેક્ટ કપલ' OTT પ્લેટફોર્મ Netflix પર સ્ટ્રીમ થશે. ઈશાન અને બિલી હૉવેલ ઉપરાંત નિકૉલ કિડમેન, મેઘન ફહી, ઈસાબેલ અદજાની અને ડકોટા ફેનિંગ પણ આ સીરીઝમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.