
થોડા સમય પહેલા જ્હાન્વી કપૂર ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચી હતી. આ દરમિયાન જે ખાસ વાત રહી, તે રેખા સાથે જ્હાન્વી કપૂરનું સ્પેશિયલ બોન્ડીંગ જોવા મળ્યું હતું. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
દિગ્ગજ અભિનેત્રી રેખાએ જ્હાન્વીને ગળે લગાવી પ્રેમ વરસાવ્યો હતો. સોશિયલ મીડિયા પર જ્હાન્વી અને રેખાની તસવીરો વાયરલ થઈ હતી. જ્હાન્વીએ બ્લુ ડેનિમ અને વ્હાઈટ ટોપમાં જોવા મળી હતી. આ સાથે જ્હાન્વીએ સ્પોર્ટસ શૂઝ પહેર્યાં હતા. આ લુકમાં ખુબ જ આકર્ષક લાગતી હતી.
રેખાએ વ્હાઈટ કલરનો ચીકનવર્કવાળો સુટ પહેર્યો હતો જેમાં તે ખુબ જ સુંદર જોવા મળી રહી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, જ્હાન્વી પાયલટ ગુંજન સક્સેનાની બાયોપિકમાં જોવા મળશે. આ સિવાય રાજકુમાર રાવ સાથે ફિલ્મ રૂહી અફઝાનામાં ચમકશે. કરણ જૌહરની ફિલ્મ દોસ્તાના-2 પણ છે.