જાવેદ અખ્તર પર રંગોલીને ગંભીર આરોપ, કહ્યું- કંગનાને ઘરે બોલાવી અને રિતિક રોશન.....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Feb 2020 08:04 AM (IST)
કંગનાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે હાલમાં ‘થલાઇવી’ના શૂટિંગમાં વ્યસ્ત છે.
મુંબઈઃ કંગના રનૌતની બહેન રંગોલી બોલિવૂડને લઈને કોઈને કોઈ ખુલાસો કરતી રહે છે. હવે રંગોલીએ જાવેદ અખ્તરને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રંગોલીએ ટ્વીટ કર્યું, ‘જાવેદ અખ્તરે એક કત કંગના રનૌતને પોતાના ઘરે બોલાવી અને બાદમાં તેને રિતિક રોશનની માફી માગવાની વાતને લઈને ધમકાવી.’ રંગોલીએ આગળ લખ્યું, ‘ફિલ્મકાર મહેશ ભટ્ટે કંગના રનૌતને ચપ્પલ ફેંકીને મારી હતી જ્યારે તેણે એક આત્મઘાતી હુમલાખોરની ભૂમિકા કરવાની ના પાડી દીધી હતી.’ કંગનાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે હાલમાં ‘થલાઇવી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ‘થલાઇવી’ની વાત કીરએ તો આ ફિલ્મ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક છે. ‘થલાઇવી’ એ એલ વિજય નિર્દેશિત કરી રહ્યા છે અને તેને ત્રણ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. ઉપરાંત હાલમાં જ તેની ફિલ્મ તેજલનું પોસ્ટર રિલીઝ થયું છે. તેજસના ફર્સ્ટ લુકની વાત કરીએ તો તસવીરમાં કંગના રનૌત એકદમ એરફોર્સ પાયલોટ લાગી રહી છે. તે હાથમાં હેલમેટ લઈને ખૂબ જ આત્મવિશ્વાસ અને જોશથી ભરેલી જોવા મળી રહી છે. તસવીરમાં તેની પાછળ એક જેટ ફાઇટર જોવા મળી રહ્યું છે.