કોમેડી ડ્રામા વેબસીરીઝ 'પંચાયત', જેમાં જિતેન્દ્ર કુમાર, રઘુવીર યાદવ અને નીના ગુપ્તા મુખ્ય ભૂમિકામાં છે, 20 મેના દિવસે આ વેબ સીરીઝ તેના નવા સીઝન સાથે આવી રહી છે. દીપક કુમાર મિશ્રા દ્વારા ડાયરેકટ થયેલી આ લોકપ્રિય કોમેડી ડ્રામા સીરીઝ એન્જીનિયરીંગમાં સ્નાતક થયેલા યુવક અભિષેકની વાર્તા છે જે ફુલેરા ગામમાં પંચાયત કાર્યાલયના સચિવ તરીકે કામ કરે છે. ત્યારે હવે આ વેબ સીરીઝની બીજી સીઝન સાથે ફુલેરા ગામની વાર્તા આગળ વધશે.


પહેલી સીઝનથી આગળ વધતાં હવે પ્રધાન, વિકાસ, પ્રહ્લાદ અને મંજુ દેવી વચ્ચે અભિષેક સાથેના સમીકરણમાં ઉંડી ઉતરે છે. અભિષેક હવે ફુલેરા ગામના જીવનમાં સારી રીતે સેટ થઈ ગયો છે. આ પાત્રો ગામની જટિલતાઓ અને મુશ્કેલીઓ સાથે આગળ વધે છે ત્યાં ફુલેરા ગામમાં એક નવો જ વિરોધ પ્રવેશ કરી લે છે અને દરેક પાત્રના જીવનમાં તબાહી આવી જાય છે.


પંચાયત 2 દર્શકો સાથે તાલમેલ મેળવીને તેમનું ભરપુર મનોરંજન કરવાનો કોલ આપે છે. સીરીઝ પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થશે. તમને જમાવી દઈએ કે પંચાયત ના પહેલા સીઝનને દર્શકો તરફથી ભરપુર પ્રેમ મળ્યો હતો. આ સીરીઝમાં જીતેન્દ્ર કુમારને પોતાના ઉત્કૃષ્ઠ અભિનય બદલ લોકોએ તેની સરાહના કરી હતી. આ સીરીઝ પછીથી જીતેન્દ્રને એક નવી ઓળખ મળી હતી.


ઉલ્લેખનીય છે કે, જીતેન્દ્ર કુમાર પંચાયત સિવાય કોટા ફેક્ટ્રી, ચમન બહાર, જેવી ફિલ્મો અને સીરીઝમાં દેખાઈ ચુક્યો છે. આ સાતે જીતેન્દ્રએ આયુષ્યમાન ખુરાના સાથે ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાનમાં પણ અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં પણ પોતાના શાનદારા અભિનયથી જીતેન્દ્રએ લોકોના દિલ જીતી લીધા હતા. હવે ફરીથી પંચાયત 2માં જીતેન્દ્ર પોતાના અભિનયથી બધાના દિલ જીતવા માટે તૈયાર છે. 


આ પણ વાંચોઃ


Dharmendra Health Update: ધર્મેન્દ્રના સ્વાસ્થ્યને લઈ હેમા માલિનીએ શું કહ્યું ? જાણો વિગત