નવી દિલ્હીઃ જોન અબ્રાહમ આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ પાગલપંતીમાં વ્યસ્ત છે, પરંતુ અચાનક તેમણે શૂટિંગ રોકવું પડ્યું છે. અહેવાલ ચે કે શૂટિંગ દરમિયાન એક એક્શન સીન કરતાં જોન અબ્રાહમ ઈજાગ્રસ્ત થયા છે અને તેને ખભ્ભામાં ઈજા થઈ છે. ડોક્ટરોએ તેમને 20 દિવસ આરામ કરવાની સલાહ આપી છે.



આ દુર્ઘટનામાં જોનની મલલ્સમાં ઈજા પહોંચી છે. મુંબઈ મિરરની એક રિપોર્ટ અનુસાર જોન આગામી બે અઠવાડિયા સુધી ફિલ્મનું શૂટિંગ નહીં કરી શકે. જાણકારી મુજબ જોનની ઈજા વધે નહીં આ માટે તેને લગભગ 20 દિવસ સુધી આરામ કરવાની સલાહ અપાઈ છે. જણાવી દઈએ કે ‘પાગલપંતી’ ફિલ્માં જોન ઉપરાંત અનિલ કપૂર, અરશદ વારસી, પુલિક સમ્રાટ, ઈલિયાના ડિક્રૂઝ અને કૃતિ ખરબંદા પણ છે. આ કોમેડી ફિલ્મને લંડન અને લીડ્સમાં શૂટ કરાઈ રહી છે.



ફિલ્મના પ્રોડ્યૂસર કુમાર મંગતે આ દુર્ઘટનાના અહેવાલને કન્ફર્મ કર્યા છે. તેમણે કહ્યું, આ સિમ્પલ શોટ હતો, પરંતુ ખોટા ટાઈમિંગના કારણે ઈજા થઈ ગઈ. અમારી ફિલ્મનું 90 ટકા શૂટિંગ લંડન અને લીડ્સમાં ખતમ કરી લેવાયું છે. મુંબઈમાં આ ફિલ્મનું લાસ્ટ શિડ્યૂલ હતું જેને રિ-શિડ્યૂલ કરવું પડશે.