✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આલિયા ભટ્ટ પર ફરી ભડકી આ એક્ટ્રેસ, કહ્યું- તું કરણ જોહરની કઠપૂતળી છો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Feb 2019 08:15 AM (IST)
1

મુંબઈઃ મણિકર્ણિકાઃ ધ ક્વી ઓફ ઝાંસીના બોક્સ ઓફિસ પર સારા પ્રદર્શન બાદ કંગના રનૌતે બોલિવૂડ સ્ટાર વિરૂદ્ધ મોર્ચો માંડ્યો છે. તેણે પડકાર આપ્યો છે કે તે બધાને ખુલ્લા પાડશે. એક્ટ્રેસનો આ ગુસ્સો મણિકર્ણિકા પર બોલિવૂડ સેલેબ્સના મૌન રહેવા પર ફૂટ્યો છે. વિતેલા એક નિવેદનમાં તેણે આમિર આલિયા વિરૂદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

2

કંગનાએ એક એન્ટરટેઇન્મેન્ટ વેબસાઈટને જણાવ્યું હતું કે, મેં આલિયાને કોલ કરેલો અને પૂછ્યું હતું કે મારી ફિલ્મ જોતાં તને શેનો ડર લાગે છે? આલિયાને એવું કેમ લાગે છે કે મણિકર્ણિકા મારી પર્સનલ કોન્ટ્રોવર્સી છે. આખો દેશ ફિલ્મ વિશે વાત કરી રહ્યો છે અને હું આશ્ચર્યમાં છું કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના જ કામ બાબતે આટલું ચૂપ કેમ બેઠું છે. મેં આલિયાને કીધું કે, થોડી હિંમત કર અને વુમન એમ્પાવરમેન્ટને સપોર્ટ કર. હું તારી ફિલ્મ કે કામને જાહેરમાં પ્રોત્સાહન આપું છું અને વખાણ કરું છું તો તને મારી ફિલ્મ જોવામાં શેનો ડર છે.

3

આલિયા ભટ્ટ પર તેની ફિલ્મ મણિકર્ણિકાને સપોર્ટ નહીં કરવા બદલ નિશાન તાકતા કહ્યું કે, તું કરણ જોહરની કઠપૂતળી છો. તારા પોતાના દમ પર ઉભી થા. અગાઉ કંગનાએ દાવો કર્યો હતો કે આલિયાએ રાઝી ફિલ્મનું ટ્રેલર તેને મોકલેલું અને કેવું લાગ્યું તેનો રિસ્પોન્સ પૂછેલો. જ્યારે મારી ફિલ્મ મણિકર્ણિકાની વાત આવી ત્યારે આલિયા પાસે તેના માટે સમય નથી, કંઈ બોલવામાં કે કહેવામાં રસ પણ નથી.

  • હોમ
  • મનોરંજન
  • આલિયા ભટ્ટ પર ફરી ભડકી આ એક્ટ્રેસ, કહ્યું- તું કરણ જોહરની કઠપૂતળી છો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.