કંગના રનૌતે દીપિકા, આલિયા, અનુષ્કાને આડેહાથે લેતા તેમના વિશે કહી દીધી આ મોટી વાત, જાણો વિગતે
કંગનાએ વધુમાં કહ્યું કે મે ફિલ્મ પીકૂમાં દીપિકાના અભિનયને બિરદાવ્યો, તેની અદા ઉમદા સ્તરની હતી. સોનાક્ષી સિન્હાની લૂટેરા ફિલ્મ પણ બહુજ સારી હતી. હું દરેકની પ્રસંશા કરુ છુ પણ જ્યારે મારી ફિલ્મની વાત આવે છે ત્યારે કોઇ તેની વાત પણ નથી કરતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇન્ટરવ્યૂ દરમિયાન કંગનાએ કહ્યું કે, હું હંમેશા સાથી એક્ટ્રેસની પ્રસંશા કરુ છુ, હું કોઇનાથી ગભરાતી નથી. હું આલિયા ભટ્ટ હોય કે અનુષ્કા શર્મા દરેકની પ્રસંશા કરુ છું. હું દરેકના અભિનયને બિરદાવું છું.
આ એક્ટ્રેસીસ મારી ફિલ્મના ટ્રેલર, ટ્રીજર કે સ્ટૉરીની કેમ વાત નથી કરતી, જેમ કે મારુ ઇન્ડસ્ટ્રીમાં કોઇ અસ્તિત્વ જ ના હોય એવું લાગે છે.
મુંબઇઃ બૉલીવુડની ક્વિન તરીકે ઓળખાતી કંગના રનૌત હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ મણિકર્ણિકાના પ્રમૉશન બીઝી છે, જોકે આ બધાની વચ્ચે મીડિયામાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેને દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ સહિતની એક્ટ્રેસને નિશાને લીધી હતી. તેને અન્ય એક્ટ્રેસ સાથે કૉમ્પિટિશનની વાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -