કંગના રનૌતે કહ્યું કે, આ ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસ પાંચ વર્ષમાં એક વખત આવે છે. મારું નિવેદન છે કે તેનો ઉપયોગ કરો. મને લાગે છે કે મારો દેશ હાલ સાચા અર્થમાં આઝાદીની મજા લઇ રહ્યો છે. કારણકે આ પહેલા આપણે લોકો મુઘલ, બ્રિટિશ અને ઇટાલિયન સરકારના ગુલામ હતા. તે પહેલાની પાર્ટીઓએ લંડનમાં રજા માણી અને મજા કરી.
કંગના કહ્યું, કોંગ્રેસની સરકાર સમયે સ્થિતિ ખૂબ ખરાબ હતી. દુષ્કર્મ, ગરીબી, પ્રદુષણની જે હાલત આજે છે. તેનાથી અનેક ગણી ખરાબ હાલત કોંગ્રેસના શાસનમાં હતી. આ સ્વરાજ અને સ્વધર્મનો સમય છે. આપણે વધારે પ્રમાણમાં મતદાન કરવું જોઇએ.
કંગના રનૌત બી ટાઉનની એ અભિનેત્રીઓમાં છે જે તેની વાત બિન્દાસ્ત કહે છે. તે રાષ્ટ્રવાદ પર ખૂબ વાતો કરે છે. થોડાક સમય પહેલા તેને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, એ એક એવો શબ્દ છે જે સૌથી વધારે મિસઅંડરસ્ટૂડ છે. આ શબ્દને લઇને ઘણી વાતો થાય છે. રાષ્ટ્રવાદની વ્યાખ્યા તમે તમારી આસપાસના વાતાવરણના આધારે કરો છો. તમારે એ જાણવું જરૂરી છે કે તમારા માટે શુ ફાયદાકારક છે.