બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને તેમની બહેન રંગોલી પર મુંબઇ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કંગનાએ કોર્ટને અરજી કરતા વિનંતી કરી છે કે, કેસને મુંબઇથી હિમાચલ ટ્રાન્સફર કરવામાં આવે. તેમના પર ચાર કેસ ચાલી રહ્યાં છે. આ ચાર કેસની વાત કરીએ તો તેમાં જાવેદ અખ્તર કેસ પણ સામેલ છે.


અરજીમાં કંગનાએ જણાવ્યું છે કે, મુંબઇ શિવસેનાના નેતાથી તેમના જીવને જોખમ છે. સુપ્રીમ કોર્ટમાં આપેલી અરજીમાં કહેવામાં આવ્યું કે,. અભિનેત્રીને શિવસેનાના નેતાથી જોખમ છે. જેના કારણે કેસને મુંબઇથી હિમાચલ પ્રદેશ ટ્રાન્સફર કરવામાં આવે.

અરજમાં કંગનાએ જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર સરકાર ઇરાદાપૂર્વક તેનું શોષણ કરી રહી છે. કંગનાની બહેન રંગોલીએ પણ દલીલ કરતા જણાવ્યું છે કે, બધા જ કેસ તેમની છબી ખરાબ કરવા માટે નિયત કરવામાં આવ્યાં છે.