નવી દિલ્હીઃ બોલિવૂડની જામીતી ગાયક કનિકા કપૂરને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સમગ્ર સ્વાસ્થ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. કનિકાના પિતા રાજીવ કપૂરે એક મીડિયા ચેનલ સાથે વાતચીતનમાં કહ્યું કે, લંડનથી પરત ફર્યા બાદ તે અંદાજે 3-4 પાર્ટીમાં ગઈ હતી અને આ દરમિયાન તે 300-400 લોકોને મળી હતી. કનિકા જે ઇમારતમાં રહે છે ત્યાંથી લઈને જે જે લોકોને તે મળી છે તે બધામાં હડકંપ મચી ગયો છે.


એરપોર્ટ પર કેવી રીતે પાસ કર્યો ટેસ્ટ?

વિદેશથી આવનાર દરેક નાગરિકને પહેલા કોરેન્ટાઈનમાં રાખવામાં આવે છે અને તેની વિધિવત તપાસ થાયછે. એવામાં સવાલ ઉઠે છે કે વિદેશથી આવ્યા બાદ કનિકાને કોરોને ટેસ્ટ પાશ કેરી રીતે કર્યો અને કે કેવી રીતે તેણે આઈસોલેશનમાં રાખ્યા વગર સીધા જ ઘર જવાની મંજૂરી આપવામાં આવી. જોકે હવે તમામ વાતો સામે આવ્યા બાદ કનિકા કપૂરના સમગ્ર પરિવારનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને તમામને આઈસોલેશનમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.

કનિકાના પરિવારનો થશે કોરોના ટેસ્ટ

કનિકાના પિતા રાજીવ કપૂરે કહ્યું કે, તેના પરિવારનો ટેસ્ટ થશે. કનિકાના પરિવારમાં 6 લોકો છે. પરિવારના સંપર્કમાં આવેલ અન્ય લોકોને પણ પરિવાર જણાવ્યું છે કે તે પોતાનો ટેસ્ટ કરાવી લે. કનિકાના પરિવારનો ટેસ્ટ સાંજે થશે. અહેવાલ એવા પણ છે કે કનિકા ટોયલેટમાં છુપાઈ ગઈ હતી અને ગ્રાઉન્ડ સ્ટાફને છેતરીને નીકળી ગઈ હતી. જોકે કનિકાના પિતાએ આ વાતને ફગાવી દીધી છે.

ક્યારે કરવામાં આવ્યો કનિકાનો ટેસ્ટ?

કનિકાના પિતાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, કનિકાને તાવ હતો અને થોડી ઉધરસ હતી. કનિકા કપૂર અને તેના પિતાના નિવેદનમાં પણ મળતા ન હતા. કનિકાએ પિતાની વાતને ખોટી ઠેરવતા કહ્યું કે તે વિદેશતી પરત આવ્યા બાદ કોઈપણ પાર્ટીમાં ગઈ ન હતી કનિકાએ કહ્યું કે, તે 300-400 લોકોને મળી તે વાત સંપૂર્ણ ખોટી છે.