મુંબઇઃ સોશ્યલ મીડિયા પર સેલેબ્સ હોય કે સામાન્ય માણસ કોઇપણ તસવીર કે વીડિયો શેર કરે છે, તો તેને તેના ફેન્સ ઘડીકમાં વાયરલ કરી દે છે, અને આ રીતે તેમની લોકપ્રિયતામાં વધારો થાય છે. હવે આ લિસ્ટમાં કન્નડ એક્ટ્રેસ સંયુક્તા હેગડે પણ જોડાઇ ગઇ છે. ફિલ્મોમાં ઓછો અને સોશ્યલ મીડિયા પર વધારે દબદબો આ હૉટ એક્ટ્રેસે બનાવી દીધો છે. હાલમાં સંયુક્તા હેગડેની બિકીની તસવીરોએ ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે, જુઓ.... 


સંયુક્તા હેગડેએ દુબઇમાં ફોટોશૂટ કરાવ્યુ છે, જેમાં તે બ્લૂ બિકીનીમાં દેખાઇ રહી છે. સંયુક્તા હેગડેની તસવીરો જોઇને લોકો તેના દિવાના બની રહ્યાં છે. સંયુક્તા હેગડેએ પોતાની હૉટ તસવીરોને કેપ્શન આપ્યુ છે- ખબર નથી હુ ગરમીને માત આપી રહી હતી કે તાપમાન વધારી રહી હતી. 






ઉલ્લેખનીય છે કે, સંયુક્તા હેગડેએ રક્ષિત શેટ્ટીની સાથે સુપરહિટ ફિલ્મ કિરિક પાર્ટીથી પોતાની શરૂઆત કરી હતી. તેને ફિલ્મ માટે કન્નડમાં સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર જીત્યો હતો.  સંયુક્તા હેગડેએ રિયાલિટી શૉ એમટીવી રોડીઝ, એમટીવી સ્પ્લ્ટિ્સવિલા અને બિગ બૉસ કન્નડમાં પણ ભાગ લીધો હતો. એક્ટ્રેસ એમટીવી સ્પ્લ્ટિ્સવિલામાં રનરઅપ રહી હતી.