આ એક્ટરને આવ્યો ગુસ્સો, ફેન્સે સેલ્ફી માગતા કર્યું કંઈક આવું.....
abpasmita.in | 18 Feb 2019 01:56 PM (IST)
મુંબઈઃ કપિલ શર્મા ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. કમબેક બાદથી કોમેડિયનને લઈને કોઈ નેગેટિવ સમાચાર સામે નથી આવ્યા. પરંતુ હવે ફરી કપિલ શર્મા ખરાબ વર્તનને કારણે ચર્ચામાં છે. અહેવાલ અનુસાર, સ્ટેન્ડઅપ કોમેડિયનના વર્તનને લઈને તેના ફેન્સ ખૂબ જ નારાજ છે. તે કપિલ સાથે સેલ્ફી લેવા માગતા હતા. પરંતુ કપિલે એટીટ્યૂટ બતાવતા ના પાડી દીધી હતી. કપિલ શર્મા એક રિયલ એસ્ટેટ પ્રોફેશનલની પાર્ટીમાં ગયો હતો. જ્યાં તેની સાથે રણવીર સિંહ, મિકા સિંહ અને બીજા બોલિવૂડ સ્ટાર્સ પણ હતા. આ દરમિયાન એક ફેન્સે કપિલ સાથે સેલ્ફીની માગ કરી હતી. કપિલે તેના ફેન્સને સેલ્ફી લેવાની ના પાડી દીધી હતી. સાથે જ રણવીર સિંહ તેના ફેન્સને સારી રીતે મળતો જોવા મળ્યો હતો. ઉપરાંત અન્ય સ્ટાર્સ પણ ફેન્સ સાથે તસવીર ક્લિક કરાવતાં જોવા મળ્યા હતા.