Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
શું કપિલ શર્માનો નવો શો થઈ જશે બંધ? ચેનલે બોલાવી મીટિંગ
બીજી બાજુ કપિલના આ વલણ પર તેની એક્સ-ગર્લફ્રેંડ પ્રીતિનું કહેવું છે કે, કપિલની માનસિક હાલત ઠીક નથી. તેને આત્મહત્યા કરવાના વિચારો આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક રિપોર્ટ પ્રમાણે, આ સમગ્ર મામલે ‘ધ ફેમિલી ટાઈમ વિથ કપિલ’ શોના પ્રોડ્યુસર કપિલ સાથે મીટિંગ કરવાના છે. આ મીટિંગ શોના ફ્યૂચર અંગે હશે. હાલમાં જ કપિલે જર્નલિસ્ટ અને એક્સ-ગર્લફ્રેંડ સામે FIR નોંધાવી છે. કપિલે જર્નલિસ્ટ અંગે વાંધાજનક ટ્વિટ પણ કર્યા હતા. એટલું જ નહીં કોમેડી કિંગે એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં તે ગાળો બોલતા દેખાય છે.
નોંધનીય છે કે, શોના 3 એપિસોડ ઓનએર થયા બાદ શનિવારે ચોથો એપિસોડ ટેલિકાસ્ટ થયો ન હતો. શો ટેલિકાસ્ટ ન થવાનું કારણ છે કે એપિસોડનું શૂટિંગ નથી થયું. મીડિયા રિપોર્ટ અનુસાર કપિલ આજકાલ ટ્વિટર વૉરમાં બિઝી છે. કપિલે રાની મુખર્જી સાથેનું શૂટિંગ કેન્સલ કર્યા બાદ પ્રોડક્શન હાઉસ સાથે કોઈ સંપર્ક નથી રાખ્યો.
નવી દિલ્હીઃ કપિલ શર્માના નવા શો ફેમિલી ટાઈમ વિધ કપિલ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. અહેવાલ છે કે, શોને લઈને ચેનલ મીટિંગ બોલાવી શકે છે. નવા શોની સારી શરૂઆત ન થવાને કારણે ચેનલ કપિલથી નારાજ છે. ચેનલ મીટિંગ કરીને નવા શોને લઈને કપિલની સાથે વાતચીત કરશે. આ મીટિંગમાં જ કપિલ શર્મ ના ભવિષ્યમાં નવા શોમાં રહેશે કે નહીં તેના પર નિર્ણય થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -