મુંબઈ: કોમેડી કિંગ કપિલ શર્મા પોતાની પત્ની ગિન્ની ચતરથ સાથે કેનેડામાં બેબીમૂન વેકેશન એન્જોય કરી રહ્યો છે. 25 જૂલાઈના કેનેડા ગયેલા કપિલ ટૂંક સમયમાં પરત ફરશે અને પોતનો શોને ફરી શરૂ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે  ડિસેમ્બર સુધીમાં કપિલ અને ગિન્નીના ઘરે ખુશીનો માહોલ આવશે.


હાલમાં જ કૉમેડિયન કપિલ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે જેમા તે બ્રિટિશ કોલંબિયાના રસ્તાઓ પર પત્ની ગિન્ની સાથે  જોવા મળી રહ્યો છે. આ શાનદાર તસવીરને શેર કરતા કપિલે લખ્યું, 'તુમ ઔર મે ઈસ ખૂબસુરત જહાન મે'


કપિલની મુલાકાત કેનેડામાં ભારતના ઉચ્ચાયુક્ત વિકાસ સ્વરૂપ અને તેમના પત્ની અપર્ણા સ્વરૂપ સાથે થઈ હતી. વિકાસ જાણીતા લેખક છે. ઘણા પુરસ્કાર પોતના નામે કરેલ ફિલ્મ 'સ્લમડૉગ મિલેનિયર' વિકાસ સ્વરૂપના પુસ્તક 'ક્યૂ એંડ એ' પર આધારિત હતી. સ્વરૂપ અને તેમની પત્ની સાથેની મુલાકાતની તસવીરો કપિલ ટ્વિટર પર શેર કરી હતી.