એક ઇન્ટરવ્યુમાં કરીનાએ જણાવ્યું કે, લાલ સિંહ ચડ્ડા તેના કરિયરની પહેલી ફિલ્મ છે જેના માટે તેણે ઑડિશન આપ્યુ. આ ઉપરાંત કરીનાને સ્ક્રીનીંગ પ્રોસેસમાંથી પણ પસાર થવુ પડ્યુ. કરીના કપૂર ખાને કહ્યું, લાલ સિંહ ચડ્ડા મારા કરિયરની એકમાત્ર એવી ફિલ્મ છે જેના માટે મે ઑડિશન આપ્યુ છે. કરિનાએ કહ્યું તેણે માત્ર આમિર ખાન માટે આવું કરવું પડ્યું છે.
ફિલ્મ લાલ સિંહ ચડ્ડામાં આમિર ખાન મુખ્ય ભૂમિકમાં છે. આ ફિલ્મમાં તેની સામે કરિના કપૂર જોવા મળશે. આ ફિલ્મ આગામી વર્ષે ક્રિસમસ પર રિલિઝ થશે.