સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના ઘરે આજે નવા મહેમાનું આગમન થયું છે. આજે 21 ફેબ્રુઆરીએ બેબોએ દીકરાના જન્મ આપ્યો છે.

એક ઇન્ટરવ્યુમાં કરીના કપૂરે જણાવ્યું હતું કે, તે બીજા બાળક માટે સંપૂર્ણ તૈયાર છે અને બધી તૈયારીઓ કરી લીધી છે. તેમણે કહ્યું હતું કે, હું પહેલી પ્રેગ્નન્સી વખતે ખૂબ જ નર્વસ હતી પરંતુ આ વખતે ખૂબ જ સારી રીતે તૈયારી કરી લીધી છે. તેમણે આ માટે લાંબુ વેકેશન પણ લીધું હતું.



પ્રેગન્નસી પિરિયડને એન્જોય કરતા તેમના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તે પ્રેગ્ન્નસીના લાસ્ટ ફેઝ સુધી એક્ટિવ પણ જોવા મળી હતી.કરીના કપૂરે પ્રેગ્નન્સી પિરિયડના યોગા કરતા ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતા.

ફેન્સને આપ્યા હતા ફેશન ગોલ્સ

કરીના કપૂરે બીજા બાળકને જન્મ આપતા કપૂર અને પટોડી પરિવારમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. કરીના કપૂરે તેમની પ્રેગ્ન્ન્સીના સમયમાં પણ ફેન્સને ફેશન ગોલ્સ આપ્યા હતા. શરૂઆતના દિવસોમાં તે જિન્સ ટીશર્ટમાં જોવા મળી હતી. જો કે ત્યારબાદ તે કફ્તા, મેક્સી ડ્રેસ, કુરતા પલાજોમાં જોવા મળી હતી. કરીના કપૂરે ખુદ તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર દીકરાના આગમનની ખબર આપી હતી.


પ્રેગ્ન્ન્સી દરમિયાન રહી એક્ટિવ

ફર્સ્ટ પ્રેગ્નન્સીની જેમ સેકન્ડ પ્રેગ્નન્સીમાં પણ કરીનાએ કામ ચાલું રાખ્યું હતું. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, પ્રેગન્ન્ટ મહિલા કામ કેમ ન કરી શકે તે મને આજદિન સુધી નથી સમજાયું. મેં મારા પ્રેગ્નન્સી સમયમાં ખૂબ  કામ કર્યું છે અને ડિલિવર બાદ પણ કરતી રહીશ. તેમણે જણાવ્યું હતું કે, એક્ટિવ રહેવું લાભકારી રહે છે, ‘તેનાથી બેબી પણ વધુ સ્વસ્થ રહે છે’


કરીનાએ બાળકના આગમનની કરી હતી તૈયારી

કરીના કપૂરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે બીજા બાળકના આગમન માટે બિલકુલ તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે, પહેલી પ્રેગન્ન્સીમાં તે ખૂબ જ નર્વસ હતી. જોકે આ વખતે ખૂબ જ સારી રીતે તૈયારી કરી લીધી હતી. કરીનાએ જણાવ્યું કે, સૈફે પણ બાળક સાથે સમય વિતાવવા માટે રજા લીધી છે. થોડા દિવસ બાદ કામ પર પરત ફરશે.