આ એક્ટ્રેસને રણબીર સાથે કામ કરવાની મજા આવી, કહ્યું- તેના નખરાં નાના છોકરા જેવા છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરિશ્માએ કહ્યું કે, તેને ફિલ્મો મેળવવાની કોઇજ ઉતાવળ નથી. તેને કહ્યું, મારી પાસે કેટલીય ફિલ્મોની ઓફર હતી, પણ તેની કહાની દમદાર ન હતી, એટલા માટે એવી ફિલ્મો નથી કરવા માગતી
રણબીર વિશે પુછવામાં આવેલા એક સવાલ પર કરિશ્માએ જણાવ્યું કે, તે અદભૂત, પુરેપુરો પ્રૉફેશનલ અને બગડેલા બાળક જેવો છે. તે સેટ પર બહુજ મજા કરે છે. તેની પાસે બહુજ સારુ હ્યૂમર છે, તે સારી રીતે વાત કરે છે અને તેની સાથે કામ કરવું ખુબજ સારુ રહ્યું.
નોંધનીય છે કે, ફિલ્મોની જેમ જ કરિશ્મા ટીવી પર પણ વાપસી કરી ચૂકી છે. તેની સીરિઝ નાગિન 3 ટીઆરપી ચાર્ટ પર ધૂમ મચાવી રહી છે. સાથે કરિશ્મા ટીવી સોપ ક્વિન એકતા કપૂરની બીજી એક ટીવી સીરિઝ 'કયામત કી રાત મે' દેખાશે. આ સીરિઝમાં તેની સાથે ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીનો અભિનેતા પતિ વિવેક દહિયા પણ જોવા મળશે.
'સંજુ'નું નિર્દેશન રાજકુમાર હિરાનીએ કર્યું છે અને ફિલ્મમાં સોનમ કપૂર, વિક્કી કૌશલ અને અનુષ્કા શર્મા પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 29 જૂને રિલીઝ થશે.
મુંબઇઃ પોતાની બીજી ફિલ્મ 'સંજુ'ની રિલીઝની તૈયારીમાં લાગેલી કરિશ્મા તન્નાએ કહ્યું કે, ફિલ્મમાં સહ-કલાકાર રણબીર કપૂરની સાથે કામ કરવાની મજા આવી, અનુભવ શાનદાર રહ્યો. તેને બૉલીવુડના અભિનેતા રણબીર કપૂર વિશે આપેલા એક નિવેદનમાં કહ્યું કે રણબીર એકદમ બગડેલા બાળક જેવો છે, તેના નખરા નાના છોકારા જેવા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -