'કૈટરીનાને ડેન્ડ્રફનો પ્રોબ્લેમ છે કે શું?', કૈટનું હોટ ફોટોશૂટ જોઈને ક્યા ટોચના એક્ટરે કરી આ કોમેન્ટ?
અર્જૂન કપૂરે લખ્યું કે, તમને ડેન્ડ્રફ થઇ ગયો છે કેટરીના. જોકે, કેટરીનાએ અર્જૂનની કૉમેન્ટ પર કોઇ રિપ્લાય નથી કર્યું પણ જ્યારે કેટરીનાએ પોતાની નેક્સ્ટ તસવીરો અપલૉડ કરી તો અર્જૂને ફરીથી તેની મજાક કરી દીધી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જૂન કપૂર જલ્દી પરિણીતિ ચોપડાની સાથે ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડમાં જોવા મળશે. વિપુલ અમૃતલાલ શાહના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડ બે યુવાનોના પંજાબથી ઇંગ્લેન્ડ સુધીના સફરની કહાની છે. સફર દરમિયાન કઇ રીતે બન્ને પ્રેમમાં પડે છે અને કઇ રીતે સ્ટૉરી બદલાઇ જાય છે. ફિલ્મ 19 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ ફોટો પર અર્જૂન કપૂરે કૉમેન્ટ બૉક્સમાં લખ્યું- And now ur ALL CLEAR!!! Good job Katrina... એવું લાગે છે કે અર્જૂન કપૂર કેટરીના સાથે ફ્લર્ટ કરી રહ્યો છે. હવે જોવાનું એ છે કે શુ અર્જૂન કપૂર કેટરીનાની નેક્સ્ટ તસવીર પર પણ કૉમેન્ટ કરશે.
કેટરીનાએ પોતાની આ તસવીર 7 જુલાઇએ ઇન્સ્ટાગ્રામ પર અપલૉડ કરી અને તેમાં વાળને પકડીને પૉઝ આપતી દેખાઇ રહી છે.
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફે 3 જુલાઇએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક શાનદાર વીડિયો પૉસ્ટ કર્યો હતો. ફેન્સને આ વીડિયો ખુબ પસંદ આવ્યો, વળી અર્જૂન કપૂરે આ વીડિયો પર મજા લેવા કૉમેન્ટ કરી હતી.