એક રિપોર્ટ પ્રમાણે, કૌન બનેગા કરોડપતિ ક્વિઝ શોને પ્રાઇમ ટામ 9 વાગ્યાનો સ્લોટ આપવામાં આવ્યો છે. લેડીઝ સ્પેશલ હાલ 9.30 વાગે પ્રસારિત થાય છે. આ પહેલા મા અને દીકરીના સંબંધનો શો પટિયાલા બેબ્સ આવે છે. રિપોર્ટ પ્રમાણે પટિયાલા બેબ્સને નવો સમય આપવામાં આવશે અને લેડીઝ સ્પેશલને ઓફ એર કરાશે.
કૌન બનેગા કરોડપતિનું રજિસ્ટ્રેશન 1 મેથી શરૂ થઈ રહ્યું છે. કેબીસીનો શો ટાઇમ પહેલાની જેમ 9 થી 10નો જ રહેશે. સોની ટીવીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન રજિસ્ટ્રેશનની તારીખ અને સમય અંગે વાત કરતા નજરે પડી રહ્યા છે.