મુંબઈ: ટીવીનો લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિની 11મી સીઝન ચાલી રહી છે. જેને મહાનાયક અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યાં છે. કેબીસીને લઈને ન માત્ર લોકોમાં જ રસ જોવા મળી રહ્યો છે. પરંતુ ઘણીવાર એવા પ્રશ્ન પણ આવે છે જે ચર્ચાનો વિષય બની જાય છે. તો ક્યારે સ્પર્ધકોના જવા આપવાની રીતથી પણ લોકો હેરાન થઈ જાય છે. આ વખતે કૉંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી પર એક પ્રશ્ન પૂછાયો હતો અને તે પ્રશ્ન 6 લાખ 40 હજારનો હતો.



રાહુલ ગાંધી પર પૂછવામાં આપેવા પ્રશ્નની ચર્ચા શરૂ થઈ જ્યારે પ્રશ્ન પર અફસોસ વ્યક્ત કરતા ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ સોશિયલ મીડિયા પર તેને શેર કર્યો. વાસ્તવમાં તેજસ્વી સૂર્યાનું નામ પણ પ્રશ્નના જવાબના વિકલ્પોમાંનું એક હતું અને સ્પર્ધક નરેન્દ્રસિંહે જવાબમાં તેજસ્વી સૂર્યાનું નામ આપવ્યું હતું. જે ખોટો જવાબ હતો.

રાહુલ ગાંધી પર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે નીચે આપવાવામાં આવેલા 17મી લોકસભાના સાંસદોમાં કોણ જાપાની માર્શલ આર્ટ એકિડોમાં બ્લેક બેલ્ટ છે ?
તેના વિકલ્પમાં A) ગૌતમ ગંભીર, B) રાહુલ ગાંધી C) અનુરાગ ઠાકુર D)તેજસ્વી સૂર્યા

આ પ્રશ્નનો સાચો જવાબ રાહુલ ગાંધી છે. પરંતુ સ્પર્ધકે ખોટો જવાબ આપ્યો અને તે રમતમાંથી બહાર થઈ ગયો હતો અને 3.20 લાખ રૂપિયા જીતવામાં સફળ રહ્યો હતો.તેના બાદ સ્પર્ધક પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા તેજસ્વી સૂર્યાએ લખ્યું “ભાઈ, તમને જોઈને મને ખરાબ લાગી રહ્યું છે. જો હું એકિડોમાં બ્લેક બેલ્ટ હોત તો આજે તમને અમીર બની જતા.”