મુંબઈ: આ અઠવાડિયે ‘ખતરો કે ખિલાડી’ શો પર ઘણી મસ્તી જોવા મળશે. આ શોમાં તમામ કંટેસ્ટન્ટની જેમ તેજસ્વી પ્રકાશ પણ ભય અને જોખમનો સામનો કરતી જોવા મળી હતી. હાલ તેજસ્વી પ્રકાશનો એક વીડિયો વાયરલ થયો હતો.

ડાયરેક્ટર રોહિત શેટ્ટી પર પોતાના એડવેન્ચર શો ‘ખતરો કે ખિલાડી’ને લઈને ફરીથી હાજર થઈ ચુક્યા છે અને દરેકને આ શો પર અલગ-અલગ સાહસિક સ્ટન્ટ કરવા મળે છે. ‘ખતરો કે ખિલાડી’ના આ નવા સીઝન શો પર કરણ પટેલ, ધર્મેશ, બલરાજ સિંહ, કરિશ્મા તન્ના સાથે અન્ય સેલિબ્રિટી ભાગ લેશે. તેમાંથી એક છે સિરિયલ એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ.

બાકી બધાં કંટેસ્ટન્ટની જેમ તેજસ્વી પણ પોતાના ડર અને ખતરાનો સામનો કરતી જોવા મળી હતી. આ અઠવાડિયામાં તેજસ્વી અજગર સાથે સ્ટન્ટ કરવાની છે જેમાં તેના ખૂબ જ ગભરાયેલી જોવા મળી હતી જોકે આ સ્ટન્ટ કરતાં જ તેના પરસેવો છૂટી જાય છે.

કલર્સ ટીવીએ ઇંસ્ટાગ્રામ પર આ શોનો નવો પ્રોમો શેર કર્યો હતો જેમાં તેજસ્વીને ગળામાં લપેટાયેલા અજગર જોવા મળશે. અજગર માત્ર તેજસ્વીને વળગી રહેતો નથી પરંતુ તેને જકડે પણ છે. રોહિત શેટ્ટી અને બાકીના કંટેસ્ટન્ટ તેને ડરતા અને ચીસો પાડતા જોઈને ખૂબ હસી રહ્યા છે.

આ સિવાય બીજો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેજસ્વીએ ફોટો જોયા બાદ બોલીવુડ ફિલ્મનું સાચું નામ વિચારવું પડશે. આ વીડિયોમાં તે ખોટા નામો વિચારી રહી છે અને દરેક કન્ટેસ્ટન્ટ તેના પર હસી રહ્યા છે.

જણાવી દઈએ કે, તેજસ્વી પ્રકાશ ‘ખતરો કે ખિલાડી’માં પોતાની વાતોથી માહોલ બનાવી રાખે છે. જેથી રોહિત શેટ્ટીએ તેને સૌથી વધુ બોલવા વાળી છોકરીનો દરજ્જો આપ્યો છે.