'વર્લ્ડસ હોટેસ્ટ ફિટનેસ ટ્રેઈનર' તરીકે જાણીતી આ ગુજરાતી યુવતી છે કોણ ? જાણો વિગત
યૂટ્યૂબ ચેનલ પર તેના હજારો ફોલોઅર્સ છે. જેઓ રિચીની વીડિયો ટિપ્સ જોઈને તેમની બોડીને પણ ફિટ રાખે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે મોડલિંગ સિવાય પણ એવી ઘણી જગ્યાઓ છે જેમાં ફેમસ થઇ શકાય છે. આજે અમે તમને એક એવી જ છોકરીની વાત કરવાના છીએ જેની વધુ પડતી મહેનતના કારણે તે ફેમસ થઇ શકી. આ છોકરીનું નામ રિચી શાહ છે.
મુંબઈઃ બોલિવૂડ સેલિબ્રિટી તેમની ફિટનેસને લઈ અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ તેમની ફિટનેસ પાછળ બીજી વ્યક્તિનો મહત્વનો હાથ હોય છે. જેના કારણે તેઓ પણ લાઇમલાઇટમાં આવતા હોય છે.
રિચીને પહેલાથી જ ફિટનેસનો ખૂબ શોખ હતો. તેના માટે રિચી શાહે શોખને કામના રૂપમાં પરિવર્તન કર્યું છે અને આજે ખૂબ ફેમસ પણ છે.
27 વર્ષીય રિચી શાહ તેના યૂટ્યુબ ચેનલ દ્વારા વિવિધ ફિટનેસ ટિપ્સ આપે છે. તેણે કેટલાંક મ્યૂઝિકક આલબમમાં પણ કામ કર્યું છે. હાલ રિચી શાહ તેના પરિવાર સાથે મુંબઈમાં રહે છે.
રિચી શાહ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ છે. તેની સતત તસવીરો તે અહીંયા પોસ્ટ કરતી રહે છે.
ઇન્સ્ટાગ્રામ પર રિચી શાહના ફોલોઅર્સની સંખ્યા 2 લાખથી પણ વધારે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -