ગુરૂવારે મોડી રાત્રે એણે રોયલ કોલકાતા ગોલ્ફ ક્લબની બાઉન્ડ્રી વોલ સાથે કાર ટકરાવી હતી. ત્યારબા દિવાલ કારની ઉપર પડી હતી. આકાશને પણ થોડીક ઇજા થઇ હતી. થોડી વાર પછી જાદવપુર પોલીસે આવીને અકસ્માતનું નિરીક્ષણ કર્યું હતું અને આકાશના શ્વાસનો ટેસ્ટ લેતાં જાણ થઇ હતી કે તેણે દારૂ પીધો હતો. પોલીસ એ તપાસ કરી રહી છે કે અકસ્માત થયો ત્યારે કારની સ્પીડ કેટલી હતી.
આ ઘટના બાદ સાંસદ રૂપા ગાંગુલીએ ટ્વીટ કર્યું. તેણે લખ્યું મારો દીકરો મારા ઘરની નજીક અકસ્માતનો ભોગ બન્યો છે. મેં પોલીસને ફોલન કર્યો જેથી તે આ મામલે કાયદાકીય રીતે જુએ. મહેરબાની કરીને કોઈ પક્ષ લેવામાં ન આવે, કોઈ રાજનીતિ કરવામાં ન આવે. હું મારા દીકરાને પ્રેમ કરું છે અને તેનું ધ્યાન રાખીશ પરંતુ કાયદો પોતાનું કામ કરવું જોઈએ.