મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનને ઝાંબિયામાં ચિત્તા સાથે સેલ્ફી લીધી હતી. આ તસવીરને તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેના કેપ્શનમાં લખ્યું, ‘તે એક સેલ્ફી ઈચ્છતો હતો. ના ન કહી શકી. ઝાંબિયા.’



સોશિયલ મીડિયા પર આ તસવીરની લોકોએ આકરી ટિકા કરી. એક યૂઝરે લખ્યું, બોલીવુડના બે મોઢા છે. તેઓ પેટાને સપોર્ટ કરે છે પરંતુ પશુ પર્યટનનો પણ પ્રચાર કરે છે. આ ધૃણાસ્પદ છે. એક યૂઝર્સે લખ્યું, જાનવરો પર ક્રૂરતા નજરે પડી.



એક યૂઝર્સે કૃતિને આગ્રહ કરતા લખ્યું, જંગલી જાનવરોને કેદી બનાવવાનું પ્રોત્સાહન આપવાનું બંધ કરો.



કૃતિ રાહુલ ધોળકિયાની આગામી થ્રિલર ફિલ્મમાં નજરે પડશે.