કુંજીલાલના જીવન ઉપર આમિર ખાને પીપલી લાઇવ નામની એક ફિલમ પણ બનાવી હતી. આ ફિલ્મ રિલીઝ થયા બાદ કુંજીલાલ ચર્ચામાં આવ્યા હતા. કુંજીલાલ માલવીયાએ 2005માં પોતાના મોતની ભવિષ્યવાળી કરી હતી. પરંતુ તેમનું અનુમાન ખોટું સાબિત થયું હતું. કુંજીલાલ જાહેર કરેલા દિવસ ઉપર મૃત્યુ થયું નહીં. જ્યારે મીડિયાએ તેનું કારણ પૂછ્યું તો કહ્યું હતું કે, તેમની પત્નીએ કરવાચોથના વ્રત કરીને કુંજીલાલના લાંબા જીવનની દુઆઓ માંગી હતી.
કુંજીલાલે જણાવ્યું હતું કે, તેમની પાસે પૂર્વજોએ શિખવાડેલી વિદ્યા છે. જેના આધારે તેઓ ભવિષ્યવાણી કરે છે. પીપલા લાઈફ ફિલ્મમાં મુખ્ય પાત્ર નત્થા ખેડૂત દેવાથી પરેશાન થઇને પોતાના મોતની ભવિષ્યવાણી કરે છે. આ ફિલ્મનું નામ કુંજીલાલના ગામ સેહરાની પાસે આવેલા પિપલા ગામના નામથી મળતું આવે છે.