લારા દત્તા હાલ સોશિયલ મીડિયામાં  તેની તાજેતરની રિલીઝ થયેલી વેબ સીરિઝ 'કૌન બનેગા શિકારવતી'ને લઇને ચર્ચામાં છે. આ સાથે તે અક્ષય કુમારની ફિલ્મ 'બેલ બોટમ'માં પણ જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ આપ્યો છે. જેમાં તેણે પોતાના કો-સ્ટાર્સ સલમાન ખાન, અક્ષય કુમાર અને સંજય દત્ત વિશે ઘણા ખુલાસા કર્યા છે.


તાજેતરની રિલીઝ થયેલી વેબ સિરીઝ 'કૌન બનેગા શિકારવતી'ને લઇને લારા દત્તા હાલ ચર્ચામાં છે.  આ સાથે તે અક્ષય કુમારની ફિલ્મ 'બેલ બોટમ'માં પણ જોવા મળી હતી.  આ દરમિયાન અભિનેત્રીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ આપ્યો છે. જેમાં તેણે પોતાના કો-સ્ટાર્સ સલમાન ખાન, અક્ષય કુમાર અને સંજય દત્ત વિશે કેટલાક ખુલાસા કર્યાં હતા.


લારા દત્તાએ બોલિવૂડ હંગામાને એક ઈન્ટરવ્યું આપ્યો હતો, જે દરમિયાન તેને સલમાન ખાનની એક આદત વિશે પૂછવામાં આવ્યું હતું, જે છેલ્લા ઘણા વર્ષોથી બદલાઈ નથી. આના જવાબમાં લારાએ કહ્યું કે સલમાન હજી પણ તેને અડધી રાતે  જ ફોન કરે છે. લારાએ કહ્યું, 'તે મને અડધી રાતે  ફોન કરે છે. આજે પણ સલમાન બરાબર એ જ સમયે જાગી જાય છે અને મને એ જ સમયે તેનો ફોન આવે છે. તમને જણાવી દઈએ કે, લારાએ 2005માં આવેલી ફિલ્મ 'નો એન્ટ્રી'માં સલમાન સાથે કામ કર્યું હતું.



" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">


લારાએ અક્ષય કુમાર વિશે વધુ ખુલાસો કર્યો કે અન્ય કોઈ જાગે તે પહેલા તે જાગી જાય છે. નોંધનીય છે કે અક્ષય અને લારાએ 2003માં તેમની પ્રથમ ફિલ્મ 'અંદાઝ'માં સાથે કામ કર્યું હતું, જેમાં પ્રિયંકા ચોપરા પણ તેમની સાથે હતી. બીજી તરફ લારાએ સંજય દત્ત વિશે કહ્યું કે, 'તે હજુ પણ શરમાળ અને રિઝર્વ નેચરના જ છે'.


 


લારા દત્તાએ ગયા વર્ષે ફિલ્મ 'બેલ બોટમ'થી ઈન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું હતું. આ ફિલ્મમાં તેના પાત્ર વિશે લારાએ પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘ તે એ  મટીરીયલ છે, જેને જે પણ પાત્રમાં ઢાળવામાં આવે ઢળી જાય છે અને તેના માટે હંમેશા ઉત્સાહિત રહું છું.  હું હવે  એ સ્ટેજથી ઘણી આગળ નીકળી ગઇ છું. જ્યાં હું મુખ્ય ભૂમિકા ભજવવા માંગુ,  કારણ કે દિવસના અંતે, મને ખરેખર એવું લાગે છે કે જો તમે તે માનસિકતા સાથે આગળ વધો છો તો  ખૂબ મર્યાદિત કરી રહ્યા છો'.


43 વર્ષિય લારાએ તે પણ કહ્યું હતું કે, તે ન માત્ર તેના પાત્રો સાથે પ્રયોગ કરવા માટે ઉત્સુક નથી, પરંતુ તે ડિજિટલ સ્પેસમાં કામ કરવાની રીતને પણ બદલવા માંગે છે. વર્ષ 2020 માં, તેણે સીરિઝ 'હંડ્રેડ' સાથે તેની OTT ડેબ્યૂ કર્યું હતું, જેમાં તે પોલીસની ભૂમિકામાં જોવા મળી હતી.