Rashmi Desai Saree Look Photo: નાના પડદાની પૉપ્યૂલર એક્ટ્રેસ રશ્મિ દેસાઇ પોતાની એક્ટિંગની સાથે સુંદરતા માટે પણ જાણીતી છે. તેનો તાજેતરોના સાડી લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. ફેસ્ટિવ સિઝનમાં ધ્યાનમાં રાખીને એક્ટ્રેસ રશ્મિ દેસાઇએ પોતાનો ટ્રેડિશનલ લૂક શેર કર્યો છે, આ તસવીરોમાં તે સાડી પહેરીને એકથી એક ખાસ પૉઝ આપતી દેખાઇ રહી છે.


એક્ટ્રેસે શેર કરેલા સાડી લૂકમાં તે ખુબ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસ ગૉલ્ડન હેવી જ્વેલરી પહેરી છે, સાથે વાળને ખુલ્લા રાખખીને કાનોમાં મોટા ઝૂમકાં પહેરેલા છે. પૉઝમાં તે હંસતા ચહેરા સાથે સાડીનો પાલવ લહેરાવી રહી છે.


રશ્મિ દેસાઇ ભોજપુરી સિનેમાની ચર્ચિત એક્ટ્રેસ છે, તેને બૉલીવુડમાં પણ કામ કરીને બધાને પોતાની એક્ટિંગના દિવાના બનાવ્યા છે. રશ્મિ બિગ બૉસ 15માં એક કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઇ હતી, સલમાન ખાનના આ શૉમાં તેને ખુબ પસંદ કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયા પર રશ્મિનું લાબુ પહોળુ ફેન ફોલોઇંગ છે.




રશ્મિ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાના ફોટોઝ અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. રશ્મિ દેસાઇ એકતા કપૂરના શૉ નાગિનમાં પણ દેખાઇ ચૂકી છે. તેની ભુમિકાને ફેન્સે ખુબ વખાણી હતી.