માધુરી દિક્ષિતનો દીકરો અરીન 17 માર્ચે 18 વર્ષનો થઇ શકે છે. યુવાવસ્થાની ઊંબરે ઉભેલો અરીન આજે પણ તેમના માતા-પિતા માટે હજુ પણ એ જ નાનકડો ક્યૂટ અરીન છે. માધુરીએ તેમના જન્મની કેટલીક યાદો તાજી કરતા દીકરા સાથેની થ્રોબેક તસવીર શેર કરી હતી.
ફોટોમાં માધુરી તેમના લાડલા દીકરા સાથે હસતી જોવા મળે છે. આ થ્રોબેક તસવીર અરીનના ખૂબસૂરત બાળપણની યાદ અપાવે છે. માધુરી અરીનને લાડ કરતી જોવા મળે છે.
માધુરીએ અરીનેને 18માં બર્થ ડેની શુભકામના આપતા લખ્યું કે, ‘મારૂ બાળક હવે ઓફિશિયલી એડલ્ટ થઇ ગયો છે. હેપ્પી 18મો બર્થ જે અરીન...,બસ આટલું યાદ રાખજે કે, આઝાદી સાથે જવાબદારી પણ વધશે.
માધુરીએ લખ્યું કે ‘ તારા રસ્તામાં આવતા અવસરનો સદઉપયોગ કર અને જિંદગીની દરેક પળને ખૂબસૂરતીથી જીવે, તારો સફર યાદગાર રહે લવ યૂ”
માધુરીની આ પોસ્ટથી એટલો ખ્યાલ આવે છે કે, માધુરી અરીન સાથે એક માની જેમ નહીં પરંતુ મિત્રની જેમ વર્તે છે. માધુરીએ ઇન્સ્ટાગ્રામ પર પણ તેમની તસવીર શેર કરી છે. જેમાં મા-દીકરાની બોન્ડિંગ જોવા મળે છે.
માધુરીએ લોકડાઉન સમયે કેટલાક ફેમિલી વીડિયો પણ શેર કર્યાં હતા. જેમાં અરીનનું ટેલેન્ટ પણ જોવા મળે છે. પરિવારના મ્યુજિકલ ફૈમ જૈમમાં તેમણે પણ યોગદાન આપ્યું છે.