આ હોટ એક્ટ્રેસે કેમ એવું કહ્યું કે, સલમાન ખાનના કારણે મારી કરીયર પતી ગઈ, જાણો વિગત
એક્ટ્રેસે કહ્યું કે, તે દબંગ-2માં કામ કરવા ઇચ્છતી ન હતી પરંતુ અરબાઝ ખાનના કહેવા પર તેણે ફિલ્મમાં કામ કર્યું. જોકે દબંગ-3 માટે તેને એપ્રોચ કરવામાં આવી નથી.
માહીએ આગળ કહ્યું કે, ’તે સમયે મારી કરિયર થંભી ગઇ હતી, તિગ્માંશૂ ધૂલિયાની આભારી છું કે તેમણે મને સાહેબ બીવી ઔર ગેંગસ્ટર સીરીઝ ઓફર કરી.’
જોકે, એક્ટ્રેસે ખુલાસો કરતી વખતે કહ્યું કે, તે નસીબ પર વિશ્વાસ રાખે છે અને જે થયું તે થવાનું જ હતું.
આ હૉટ એક્ટ્રેસ બીજુ કોઇ નહીં પણ માહી ગીલ છે. માહી ગીલનું કહેવું છે કે, સલમાન ખાનની ફિલ્મ દબંગમા કમા કરવું તેણી ભૂલ હતી. તેણે કહ્યું, ’ફિલ્મ દેવ ડી બાદ મારા ખુબ જ વખાણ થયા, એવોર્ડ પણ મળ્યા, પરંતુ ફિલ્મ દબંગમાં કામ કરવા બાદ વસ્તુઓ ઉંધી થઇ ગઇ. નિર્માતાઓ મને નાના રોલ ઓફર કરવા લાગ્યા.’
મુંબઇઃ બૉલીવુડનો બાદશાહ ગણાતા સલમાન ખાન સાથે ફિલ્મ કરવાની દરેક એક્ટ્રેસની ઇચ્છા હોય છે. સલમાન ખાને બૉલીવુડમાં કેટલાય નવા ચહેરાઓને પોતાની સાથે લૉન્ચ કર્યા છે. મોટાભાગની એક્ટ્રેસ માને છે કે સલમાન સાથે કામ કરવું ભાગ્ય ગણાય. જોકે આ બધાની વચ્ચે હવે એક હૉટ એક્ટ્રેસે ખુલાસો કર્યો છે કે તેની ફિલ્મી કેરિયર સલમાનના કારણે પતી ગઇ છે.