કમલ હાસનની ફિલ્મ ઈન્ડિયન-2ના સેટ પર દુર્ઘટના, આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત 3નાં મોત, 10 ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Feb 2020 08:31 AM (IST)
દુર્ઘટનાને લઈ ખુદ કમલ હાસને સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. તેણે ટ્વિટર પર લખ્યું, મેં અનેક દુર્ઘટના જોઈ છે પરંતુ આજે જે દુર્ઘટના બની તે સૌથી ખતરનાક હતી. મેં મારા ત્રણ સહયોગી ગુમાવી દીધા છે.
(કમલ હાસનની ફિલ્મ ઈન્ડિયન-2ના શૂટિંગ દરમિયાન ક્રેન તૂટવાથી દુર્ઘટના સર્જાઈ)
ચેન્નાઈઃ જાણીતા એક્ટર અને પોલિટિશિયન કમલ હાસનની એક ફિલ્મના શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના બની છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. ક્રેન તૂટવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના બની ત્યારે ફિલ્મ ઈન્ડિયન-2નું શૂટિંગ ચાલતું હતું. કેવી રીતે બની ઘટના દુર્ઘટનામાં મધુ (પ્રોડક્શન આસિસ્ટન્ટ), કૃષ્ણા (આસિસ્ટન્ટ ડાયરેકટર) અને ચંદ્રન (આર્ટ આસિસ્ટન્ટ) નામના વ્યક્તિનું મોત થયું છે. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ફિલ્મનું શૂટિંગ ચેન્નાઈ નજીક થઈ રહ્યું હતું. ઘટનાની જાણ થયા બાદ તરત જ કમલ હસન સ્થળ પર પહોંચી ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, એક ક્રૂ સભ્ય 150 ફૂટની ઊંચાઈ પર ક્રેન ઉપર લાઇટ સેટ કરી રહ્યો ત્યારે તે તૂટી જવાથી આ દુર્ઘટના બની હતી. કમલ હાસને શું કહ્યું દુર્ઘટનાને લઈ ખુદ કમલ હાસને સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. તેણે ટ્વિટર પર લખ્યું, મેં અનેક દુર્ઘટના જોઈ છે પરંતુ આજે જે દુર્ઘટના બની તે સૌથી ખતરનાક હતી. મેં મારા ત્રણ સહયોગી ગુમાવી દીધા છે. તેમના પરિવારના સભ્યો પર આવી પડેલું સંકટ મારા દર્દથી અનેક ગણું વધારે છે. આ દુર્ઘટના માટે હું દુઃખ અને સંવેદના વ્યક્ત કરુ છું. શેના પર આધારિત છે ફિલ્મ ડાયરેક્ટર શંકર ઘટનાસ્થળની એકદમ નજીક કામ કરતા હતા, પરંતુ હાલ તે સુરક્ષિત છે. કમલ હાસન ફિલ્મ ઈન્ડિયન-2માં 90 વર્ષના વ્યક્તિનો રોલ કરતો જોવા મળશે. આ ફિલ્મ ભ્રષ્ટાચાર પર આધારિત હશે અને તેમાં ભ્રષ્ટાચાર સામેની લડાઇ બતાવાશે. કોણ-કોણ છે ફિલ્મમાં ફિલ્મમાં કાજલ અગ્રવાલ, રકુલ પ્રીત સિંહ, વિદ્યુત જામવાલ અને પ્રિયા ભવાની શંકર મુખ્ય રોલમાં છે. ઈન્ડિયન-2 1992માં આવેલી તમિલ બ્લોકબસ્ટર ઈન્ડિયનની સિકવલ છે.