નાગરિકતા કાયદાને લઈને આ બોલિવૂડ એક્ટરે સરકારને આપી ચેતવણી, કહ્યું- અત્યાચાર ખતમ નહીં થાય ત્યાં સુધી....
abpasmita.in | 23 Dec 2019 07:52 AM (IST)
આ પહેલા મક્કલ નીડિ મેમ પાર્ટીના અધ્યક્ષ કમલ હાસને સીએએનો વિરોધ કરી રહેલા ચેન્નાઇના મદ્રાસ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓથી મુલાકાત કરી હતી.
NEXT PREV
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધી રહેલ એક્ટલ અને મક્કલ નીડિ મૈમ પાર્ટીના અધ્યક્ષ કમલ હાસને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ મોર્ચો ખોલ્યો છે. કમલ હાસને કેન્દ્રની મોદી સરકારને પડકાર ફેંક્યો છે કે સરકારના અત્યાર ખત્મ ન થાય ત્યાં સુધી આ જંગ જારી રહેશે. CAA-NRCના મુદ્દે ચાલી રહેલ બબાલની વચ્ચે કમલ હાસને કેન્દ્ર સરકાર પર ફરી એક વખત નિશાન સાધ્યું છે. કમલ હાસને ટ્વીટ કરતાં લખ્યું કે, હવે સમય આવી ગયો છે કે, ભાજપે સમજવું જોઈએ કે સંસદમાં મેજોરિટી મેળવવાથી તેના આપણા દેશને બરબાદ કરવાનો અધિકાર નથી મળતો. કમલ હાસને મોદી સરકારના નિર્ણય વિરૂદ્ધ સવાલ ઉઠવતા કહ્યું કે, CAA બાદ કેન્દ્ર સરાકરનો આગામી પગલું NRC હશે. તમે કોઇ વ્યક્તિના ડોક્યુમેન્ટ કે તેમની કમીના આધાર પર તેમના વંશ-પરંપરાને સાબિત કરી શકતા નથી. મારી લડત ત્યાં સુધી ખતમ નહીં થાય જ્યાં સુધી આ અત્યાચાર ખતમ નહીં થઇ જાય. આ પહેલા મક્કલ નીડિ મેમ પાર્ટીના અધ્યક્ષ કમલ હાસને સીએએનો વિરોધ કરી રહેલા ચેન્નાઇના મદ્રાસ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓથી મુલાકાત કરી હતી. કમલે મીડિયાથી વાતચીત કરતા કહ્યું કે તેમણે પોલીસને અંદર જવાની મંજૂરી આપી ન હતી. કમલ હસને કહ્યું છેલ્લા શ્વાસ સુધી પોતાને એક વિદ્યાર્થી કહીશ. તેમણે આગળ કહ્યું કે હું અહીં તે વિદ્યાર્થીઓની રક્ષા કરવા માટે આવ્યો છું.