મલાઈકા અરોરા રવિવારે પોતાના પુત્ર અરહાનને ડ્રોપ કરવા એરપોર્ટ પહોંચી હતી. તેની સાથે તેનો પૂર્વ પતિ અરબાઝ ખાન પણ હતો. પુત્રને વિદાય આપતી વખતે મલાઈકા ભાવુક થઇ ગઇ હતી. અરબાઝ ખાનને મલાઇકા સાથે વાત કરતા જોઈને લોકો તરફથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણા લોકો બંનેના પેરેન્ટિંગના વખાણ કરી રહ્યા છે. તો યે, કેટલાક લોકોએ લખ્યું કે, શું બંને વચ્ચે ઝઘડો કરી રહ્યાં છે. અરબાઝ-મલાઈકાનો પુત્ર અરહાન વિદેશમાં અભ્યાસ કરી રહ્યો છે. તે રજાઓમાં મુંબઈમાં પોતાના ઘરે આવ્યો હતો. જ્યારે તે મુંબઇ આવ્યો ત્યારે પણ મલાઈકા અને અરબાઝ તેને રિસીવ કરવા પહોંચ્યા હતા.
મલાઈકા અરોરા અને અરબાઝ ખાન રવિવારે તેમના પુત્ર અરહાનને ડ્રોપ કરવા મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા. અરહાન મલાઈકાને પ્રેમથી ભેટી રહ્યો હોય તેવું વીડિયોમાં જોવા મળી રહ્યુ છે. તેમણે ત્યાં હાજર લોકોને બાય પણ કહ્યું. આ પછી મલાઈકા અને અરબાઝ પણ વાત કરતા જોવા મળી રહ્યાં હતા. પાપારાજી વિરલ ભૈયાણીના ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વીડિયો પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. કેટલાક લોકોએ તેના કો-પેરેન્ટિંગના વખાણ કર્યા છે. કેટલાક લોકો તેમની વાતચીતને ઝઘડા ગણાવી રહ્યાં છે. તો કેટલાક યુઝરે તે વાતની ખુશી વ્યક્ત કરી કે જુદા રહીને પણ બને સારૂ પેરેન્ટિંગ નિભાવી રહ્યાં છે.
[insta]
[/insta]
સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. દરેક લોકો પુત્ર માટેની બંનેની સમજદારીની પ્રશંસા કરી રહ્યાં છે. કેટલાક લોકોએ લખ્યું કે, કાબિલે તારિફ, એક યુઝરે લખ્યું કે, એ સારૂં છે બંને એકબીજા સાથે સારી રીતે વાતો કરે છે. એક યુઝરે લખ્યું કે, એક રીતે તે ખૂબ જ સુંદર વાત છે કે, પુત્ર માટે બને એક બીજી સાથે સમજદારીથી વર્તી રહ્યાં છે.
અરહાન ગત વર્ષે ઓગસ્ટમાં અભ્યાસ માટે વિદેશ ગયો હતો. આ સમયે મલાઇકાએ તેને ફોટો શેર કરતા લખ્યું હતું કે, “જેમકે અમે બંને એક અજાણી નવી યાત્રા પર નીકળ્યાં છીએ, એક ગભરામણ, ભય, ઉત્સાહ,વિરહની સાથે એક નવો અનુભવ થઇ રહ્યો છે. પહેલાથી જ તારી બહુ યાદ આવે છે. #allmine#myminime।”