Malaika Arora Divorce and Marriage: થોડા સમય પહેલા મલાઈકા અરોરાને એક પોડકાસ્ટમાં આ સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં મલાઈકાએ ખૂબ જ રસપ્રદ વાત કહી હતી.


 મલાઈકા અરોરા અરબાઝ ખાન ડિવોર્સઃ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. મલાઈકાએ વર્ષ 1998માં એક્ટર અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા, આ લગ્નથી તેમના પુત્ર અરહાન ખાનનો પણ જન્મ થયો હતો. જોકે લગ્નના 19 વર્ષ બાદ 2017માં બંનેએ છૂટાછેડા લીધા અને અલગ થઈ ગયા પંરતુ શું  મલાઈકાને નાની ઉંમરમાં લગ્ન કરવાનો અફસોસ છે? થોડા સમય પહેલા અભિનેત્રીને એક પોડકાસ્ટમાં આ સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં મલાઈકાએ ખૂબ જ રસપ્રદ વાત કહી હતી.


જો મલાઈકાનું માનીએ તો નાની ઉંમરે કે વહેલાં લગ્ન કરવાથી તેની કારકિર્દી પર કોઈ અસર થઈ નથી. મલાઈકાએ આ પોડકાસ્ટ દરમિયાન કહ્યું કે, તેની ગ્લેમરસ ઈમેજને  લગ્ન અને પ્રેગ્નેન્સી જેવા મુદ્દાઓથી નુકસાન નથી થયું.


મલાઈકા કહે છે કે તે સમયે ઘણી ઓછી મહિલાઓ હતી. જે લગ્ન બાદ માતા બન્યા બાદ પોતાના કરિયર પર સમાન રીતે ધ્યાન આપી શકતી ન હતી. જો કે, હવે સમય બદલાઈ ગયો છે, મહિલાઓ માત્ર લગ્ન  બાદ જ નથી કરતી પરંતુ પ્રેગ્નન્સી દરમિયાન કામ પણ કરતી હોય છે, પરંતુ પહેલા આવું નહોતું. મલાઈકાના જણાવ્યા અનુસાર, તેણીએ તેણીની ગર્ભાવસ્થા દરમિયાન ઘણું ટ્રાવેલ કર્યું હતું  અને કામ કર્યું હતું, તે દરમિયાન મલાઈકા એમટીવીના એક શોમાં કામ કરી રહી હતી.


દિલ્હીમાં Tiger 3 ફિલ્મના શૂટિંગમાંથી સામે આવ્યો સલમાન અને કેટરીનાનો લૂક, વાયરલ થઇ આ તસવીર


નવી દિલ્હીઃ સલમાન ખાન હવે બૉક્સ ઓફિસ પર પોતાની ખાસ ફિલ્મ લઇને આવી રહ્યો છે, તાજેતરમાં જ તે પોતાની અપકમિંગ ફિલ્મ ટાઇગર 3ને લઇને ચર્ચામાં છે, હવે તેનો લૂક પણ વાયરલ થઇ રહ્યો છે. ટ્વીટર પર હાલમાં એક તસવીર વાયરલ થઇ રહી છે, જે ટાઇગર 3ના સેટ પરથી હોવાનુ લોકો કહી રહ્યાં છે, આના પરથી માની શકાય છે કે ફિલ્મમાં બન્ને કાસ્ટનો લૂક વાયરલ થઇ ગયો છો. ટાઇગર 3માં સલમાન ફરી એકવાર કેટરીના સાથે જોડી જમાવતો દેખાશે.


સલમાન ખાનની ફિલ્મ ટાઇગર 3નુ શૂટિંગ હાલમાં દિલ્હી અને નોઇડામાં જુદાજુદા સ્થળોએ ચાલી રહ્યું છે, આને આગામી 15 દિવસ સુધી ફિલ્મનુ શૂટિંગ ચાલવાનુ છે. બન્ને એક્ટર સલમાન ખાન અને કેટરીના કૈફ ‘ટાઈગર 3’ના શૂટિંગ માટે દિલ્હી પહોંચી ગયા છે. અભિનેત્રીએ દિલ્હીની સવાર સાથે પોતાની એક તસવીર પણ શેર કરી હતી. આ તસવીર પરથી એક્ટરનો લૂક જાહેર થયો હોવાનુ મનાઇ રહ્યું છે.