મલાઇકા અરોરાએ બોલીવુડના કયા એક્ટરને પ્રેમનો કર્યો એકરાર, જાણો વિગત
abpasmita.in | 29 Jun 2019 03:33 PM (IST)
મલાઇકાએ એક નવો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં તેણે વ્હાઇટ ક્રોપ ટોપ સાથે મલ્ટી જેકેટ પહેર્યું છે.
મુંબઈઃ મલાઇકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી ડેટિંગની ખબરોને લઇ સમાચારમાં છે. હાલ આ બંને પ્રેમીપંખીડા ન્યૂયોર્કમાં એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ ગાળી રહ્યા છે. મલાઇકાએ એક નવો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં તેણે વ્હાઇટ ક્રોપ ટોપ સાથે મલ્ટી જેકેટ પહેર્યું છે. તેણે ફોટોનું કેપ્શન લખ્યું છે, '#pride #onlylove #pride #pridenyc.' મલાઇકાએ ફોટો શેર કર્યા બાદ અર્જુન કપૂરે કમેન્ટ કરે ફોટો ક્રેડિટ માંગી છે. અર્જુને મલાઇકાના ફોટો પર કમેન્ટ કરી હોય તેવું પ્રથમ વખત નથી આ પહેલા પણ તે ઘણી વખત મલાઇકાના ફોટા પર કમેન્ટ કરતો રહ્યો છે. અર્જુન કપૂરે પણ મલાઇકા અરોરાને લઈ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે. આ તસવીરમાં મલાઇકાનો ચહેરો તો નથી દેખાતો. કારણકે તેણે હાર્ટ શેપથી ચહેરાને ઢાંકી રાખ્યો છે.